ઈન્ટ્રાડે ટ્રેડીંગની શરૂઆત કેવી રીતે કરવી?

ટૂંકા ગાળાના રોકાણથી ફાયદો કમાવવા માટે ઈન્ટ્રાડે ટ્રેડીંગ એક સારો વિકલ્પ છે પરંતુ અનેક ટ્રેડર ઘણી વખત વિચારતા હોય છે કે ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરવું કઈ રીતે? જો તમે પણ એ જ અસમંજસમાં હોવ તો આ લેખમાં જાણો કે ઈન્ટ્રાડે ટ્રેડીંગની શરૂઆત કેવી રીતે કરવી.

હવે શરુ કરતાં પહેલાં જાણીએ કે ઈન્ટ્રાડે ટ્રેડીંગ શું હોય છે?

સરળ ભાષામાં સમજીએ તો એક જ દિવસમાં શરુ કરવામાં આવેલા ટ્રેડને ઈન્ટ્રાડે ટ્રેડ કહેવામાં આવે છે, જેમાં સમય મર્યાદા ઓછી હોય છે એટલા માટે જોખમ વધારે રહે છે જેને કરને એક ટ્રેડર નફો પણ કમાઈ શકે છે.

હવે ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરવા માટે સૌથી પહેલા જરૂરી છે એક ટ્રેડીંગ અકાઉન્ટ, જેના માટે તમે એક યોગ્ય સ્ટોક બ્રોકરનો સંપર્ક કરી શકો છો, જે તમને ઓછી બ્રોકરેજ સાથે સારામાં સારા ટ્રેડીંગ એપ પ્રદાન કરી શકે.

How to do Intraday Trading in Gujarati

ઈન્ટ્રાડે ટ્રેડીંગની શરૂઆત કેવી રીતે કરવી?

હવે જે રીતે અમે તમને જણાવી ચુક્યા છીએ કે ઈન્ટ્રાડે ટ્રેડીંગ શરુ કરતાં પહેલા એક ટ્રેડીંગ એપની જરૂર પડે છે અને તેના પછી જરૂરી છે ઈન્ટ્રાડે ટ્રેડીંગના નિયમોનું પાલન કરવું. 

તેની સાથે જો તમે વિચારી રહ્યા હોય કે તમારા માટે શું ઈન્ટ્રાડે ટ્રેડીંગ સુરક્ષિત છે કે તો તેના માટે જરૂરી છે એક યોગ્ય જાણકારી અને સમજ સાથે યોગ્ય ચરણનું પાલન કરવું જેના માધ્યમથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ કરીને એક સારો નફો કમાઈ શકો છો:

 • માર્કેટ પર નજર રાખવી 
 • સ્ટોકની પસંદગી કરવી
 • ટેક્નિકલ એનાલિસીસ (વિશ્લેષણ) કરવું
 • યોગ્ય સમય પર ખરીદી અને વેંચાણ કરવું
 • સ્ટોપ લોસનો ઉપયોગ કરવો

1. માર્કેટ પર નજર રાખવી  

દરરોજ શેર બજાર  ટ્રેડર માટે એક નવી તક લઈને આવે છે અને આ જ તકને યોગ્ય સમયે ઓળખીને એક ટ્રેડરને નફો કમાવવાની તક પૂરી પડે છે. તો એટલા માટે જ ટ્રેડીંગ માં સફળ થવા માટે સૌથી વધુ મહત્વનું છે માર્કેટ પર નજર રાખવી. 

એના માટે જે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે તેને સંબંધિત સમાચારો વાંચવા અને તેમાં ટ્રેડ કરવા માટે યોગ્ય સ્ટ્રેટેજીને અપનાવવી. અમુક કંપનીના સ્ટોકમાં અસ્થિરતા જોવા મળે છે અને એ જ અસ્થિરતાનો ફાયદો ઉઠાવીને એક ટ્રેડર સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરીને નફો કમાઈ શકે છે.

જો કે અસ્થિરતા ઈન્ટ્રાડે ટ્રેડર માટે નફો કમાવવાની તક લઈને આવે છે પરંતુ એ જ રીતે એક નવા ટ્રેડર માટે એ નુકશાનનું કારણ પણ બની શકે છે, કારણ કે વોલેટાઈલ સ્ટોક જેટલી તેજીથી ઉપર તરફ ચઢે છે એટલી જ તેજીથી નીચે પણ ગગડે છે જેનો સીધો પ્રભાવ તેના માટે કરવામાં આવેલા ટ્રેડ પર પડે છે.

2. ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે સ્ટોકની પસંદગી કેવી રીતે કરવી

હવે માર્કેટના સમાચારથી તો તમે અવગત થઈ ગયા પરંતુ કવે ક્યાં સ્ટોકમાં ટ્રેડ કરવું વધુ ફાયદાકારક છે તે જાણવા માટે જરૂરી છે કે તમે અમુક રણનીતિઓનું પાલન કરો અને સાથે જ ટ્રેડીંગ ટુલ્સની જણકારી મેળવો અને તેનો ઉપયોગ કરો.

હવે જે રીતે આપણે જાણીએ છીએ કે સ્ટોક માર્કેટમાં માત્ર ઉપર તરફ ચઢી રહેલા સ્ટોક જ નહી પણ નીચે ગગડતાં સ્ટોક પણ પૈસા કમાવવાની તક આપે છે, તો અહીં માર્કેટના સમાચાર કઈ કંપની અથવા તેના સ્ટોક પર કેવા પ્રકારનો પ્રભાવ પાડશે તેની જાણકારી પ્રાપ્ત કરો અને તેના અનુસાર પોતાની વોચલીસ્ટમાં સ્ટોક એડ કરો. 

વોલેટિલિટીની સાથે, સ્ટોકની લિક્વીડીટી પણ ઘણી જરૂરી હોય છે અને તેના માટે એવા સ્ટોકમાં ટ્રેડ કરો જે વોલેટાઈલ હોવાની સાથે સાથે લિક્વિડ પણ હોય. એક નવા ટ્રેડરે એવા સ્ટોકથી દૂર રહેવું જોઈએ જે સતત અપર અથવા લોઅર સર્કીટ હીટ કરી રહ્યો હોય, કારણ કે એવા સ્ટોકની પોઝીશનમાંથી બહાર નીકળવું પડકારભર્યું હોય છે. 

3. ટેકનિકલ એનાલિસિસ કરે

માર્કેટ રિસર્ચ અને સ્ટોકની પસંદગી કર્યા પછી જરૂરી પગલું આવે છે તે સ્ટોકનું વિશ્લેષણ કરવું, જેના માટે ટેક્નિકલ વિશ્લેષણનો ઉપયોગ કરી શકો છો. એક નવા ટ્રેડર માટે એ થોડું અઘરું પડી શકે છે પરંતુ એક યોગ્ય સમજ અને જ્ઞાનની મદદથી તમે ટ્રેડ કરીને તેમાં નફો કમાઈ શકો છો.

ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે ટેક્નિકલ એનાલિસિસ (વિશ્લેષણ) કરવા માટે બે મજબૂત સ્તંભ છે કેન્ડલસ્ટિક ચાર્ટ ને સમજવો અને યોગ્ય ઈન્ડીકેટરનો ઉપયોગ કરવો. 

 • શેર માર્કેટ ચાર્ટ  

આમ તો સ્ટોક માર્કેટમાં અનેક પ્રકારના ચાર્ટ હોય છે પરંતુ એક ડે ટ્રેડર માટે મહત્વપૂર્ણ છે ચાર્ટની યોગ્ય સમજ અને તેને યોગ્ય રીતે વાંચતા આવડવું જરૂરી છે. હવે અહીં કેન્ડલસ્ટિક ચાર્ટ સૌથી વધુ જાણકારી આપવા માટે લાભકારી છે કારણ કે એ ટ્રેડરને શેર ઓપનિંગ અને કલોઝિંગ પ્રાઈસ સાથે હાઈ અને લોની જાણકારી પણ પ્રદાન કરે છે.

અહીં પર જો સ્ટોકની ઓપનિંગ પ્રાઈસ કલોઝિંગ પ્રાઈસ કરતાં ઓછી છે તો ગ્રીન કેન્ડલ અને જો ઓપનિંગ પ્રાઈસ કલોઝિંગ પ્રાઈસ કરતાં વધુ છે તો રેડ કેન્ડલ બને છે, સાથે જ કેન્ડલની વિક તેના હાઈ અને લો પ્રાઈસની જાણકારી આપે છે. 

ટ્રેડીંગ કરવા માટે કઈ રીતે ચાર્ટને સમજવો તે માટે તેના અગાઉના કેટલાક દિવસોના લો પ્રાઈસના સપોર્ટ અને હાઈ પ્રાઈસની રેજીસ્ટેન્ટની જાણકારી મળી શકે છે, હવે એ સપોર્ટ અને રેજીસ્ટેન્ટ સ્ટોક પ્રાઈસની ભવિષ્યવાણી કરવામાં મદદ કરે છે. સપોર્ટ અને રેજીસ્ટેન્ટની જાણકારી માટે તમે ઈન્ટ્રાડે ટ્રેડીંગ ફોર્મ્યુલા  નો ઉપયોગ કરી શકો છો જે તમને ગણીતનો ઉપયોગ કરીને તેની વેલ્યુની જાણકારી પૂરી પડે છે.  

જેમકે, જો કોઈ સ્ટોક તેજીથી નીચે ગગડી રહ્યો હોય અને તે પોતાના અગાઉના સપોર્ટને બ્રેક કરી દે તો એ અનુમાન લગાવી શકાય કે એ સ્ટોક હજુ પણ વધુ નીચે ગગડી શકે છે અને એ એક શોર્ટ કરવાની ઉપલબ્ધિ લઈને આવે છે, એ જ રીતે જો કોઈ સ્ટોક ઉપર ચઢતી વખતે પોતાના રેજીસ્ટેન્ટથી ઉપર ચાલ્યું જાય તો એ બ્રેકઆઉટ લોંગ પોઝિશન લેવાની તક લઈને આવે છે.

સપોર્ટ અને રેજીસ્ટેન્ટની જાણકારી પછી હવે પશ્ન આવે છે કે કઈ પ્રાઇસમાં સ્ટોકનું ખરીદ અને વેંચાણ કરવામાં આવે? એના માટે અમુક ખાસ ઈન્ડીકેટર્સ આવે છે જેની વિગતવાર માહિતી નીચે આપવામાં આવી છે.

એની સાથે ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે ચાર્ટનું યોગ્ય સેટિંગ કરવું પણ ખૂબ જરૂરી છે. ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે મોટાભાગના ટ્રેડર 1 મિનીટનો ચાર્ટ જોવાનું લાભકારી સમજે છે અને તે મુજબ જ પોતાનો ટ્રેડીંગને લાગતો નિર્ણય લેતા હોય છે.

 • તકનીકી ઈન્ડીકેટર ઇસ્ટેમલ કારેન

ટેક્નિકલ ઈન્ડીકેટર એ એક ટુલ છે જે માર્કેટની ગતિવિધિઓ અંગે ઘણી બધી જાણકારી આપે છે, તેમાં અમુક ઈન્ડીકેટર લેગિંગ તો અમુક લીડિંગ ઈન્ડીકેટર હોય છે જે સ્ટોક પ્રાઈસમાં આવનારા ઉછાળા અને પછડાટના સંકેત આપે છે અને ટ્રેડર્સને યોગ્ય પોઝીશન લેવામાં મદદ કરે છે. પરંતુ હવે અહીં જરૂરી છે આ ઈન્ડીકેટરને યોગ્ય રીતે સમજવા અને તેનો ઉપયોગ કરવો.

એક નવો ટ્રેડર, માર્કેટને સજવા માટે નીચે આપવામાં આવેલા ઈન્ડીકેટર નો ઉપયોગ કરી શકે છે:

  • મુવિંગ એવરેજ
  • મુવિંગ એવરેજ કન્વર્જેસ ડાઈવર્જેસ (MACD)
  • બોલિન્જર બેંડ
  • RSI ઈન્ડીકેટર
  • ADX ઈન્ડીકેટર

4. યોગ્ય સમય પર ખરીદી અને વેંચાણ કરવું

ઈન્ટ્રાડે ટ્રેડીંગ સત્ર સવારે 9:15 કલાકે ખુલે છે અને બપોરે 3:30 કલાકે બંધ થાય છે, પરંતુ અનેક ટ્રેડર એવું વિચારતા હોય છે કે ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે આખરે યોગ્ય સમય કયો છે?

સમય રીતે નવા લોકો ટ્રેડીંગ શરુ થાય તેના 15 મિનીટ ટ્રેડીંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે શરૂઆતની 15 મિનીટ જોખમ ભરેલી હોય છે આગલા દિવસની સાંજે આવેલા સમાચારથી માર્કેટ પ્રભાવિત હોય છે. ટ્રેડર એ શરૂઆતની 15 મિનીટ બજારને આંકવી જોઈએ.    

9:30 થી 10:30 નો સમય ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. 

દિવસનો શરૂઆતનો સમય સામાન્ય રીતે સૌથી ઉચ્ચ અસ્થિરતાને દર્શાવે છે, તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે એ ઉત્તમ સમય છે. 

શરૂઆતનો સમય ઉચ્ચ અસ્થિરતાને કારણે જ નહીં પરંતુ ઉચ્ચ લિક્વિડીટીને કારને પણ લાભકારી હોય છે. 

5. સ્ટોપ લોસનો ઉપયોગ કરવો

ઈન્ટ્રાડે ટ્રેડીંગ જોખમથી ભરેલું હોય છે અને એ જ જોખમોથી બચવા માટે સ્ટોપ લોસનો ઉપયોગ કરવો ઘણો જરૂરી બની જાય છે. સ્ટોપ લોસ ટ્રેડરને વધુ નુકશાન થવાથી બચાવે છે. કેટલુ સ્ટોપ લોસ  લગાવવું એ માટે તમે ઉપર સમજાવવામાં આવેલા ચાર્ટના સપોર્ટ અને રેજીસ્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઈન્ડીકેટરની મદદથી સ્ટોલ લોસની ટ્રિગર વેલ્યુ ટાર્ગેટ વેલ્યુની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

એ સિવાય તમે તમારા જોખમોના આધાર પર પણ સ્ટોલ લોસ વેલ્યુ નિર્ધારિત કરી શકો છો.

ઉદાહરણ તરીકે જો સ્ટોક 110 રૂપિયા પર ખરીદવામાં આવ્યો છે અને સ્ટોપ લોસ ઓર્ડર 10% (99 રૂપિયા) પર નક્કી કરવામાં આવ્યો છે, આ મામલે જો કિંમત 99 રૂપિયા સુધી પહોંચે છે અને કિંમતમાં ઘટાડો થવાની સંભાવના હોય છે.

આપો આપ સ્ટોપ લોસ ઓર્ડર એક્ઝીક્યુટ થઈ જાય છે અને ટ્રેડ 99 રૂપિયા પર સ્કાયર ઓફ થઈ જાય છે. જેનાથી એ સુનિશ્ચિત થઈ જાય છે કે કોઈ વધુ નુકશાન થયુ નથી અને સ્ટોપ લોસની રણનીતિથી વધુ નુકશાનને દૂર કરે છે, જયારે ટ્રેન્ડ તમારા ટ્રેડીંગ નિર્ણયને વિપરીત જાય છે. 

આ ઈન્ટ્રાડે ટ્રેડર્સ માટે નુકશાનને દૂર કરવાનો આ યોગ્ય અથવા તો વ્યક્તિગત વિકલ્પ હોય છે. આ ઈન્ટ્રાડે ટ્રેડર્સ માટે નુકશાનને દૂર કરવાનો આ યોગ્ય અથવા તો વ્યક્તિગત વિકલ્પ હોય છે. ઇસકે સાથ ઝરૂરી હૈ ટ્રેડિંગ કો સહી સે શોધના જિસકે લિયે આપ Intraday Trading Classes જોડા કર શકતે હૈ.

નિષ્કર્ષ 

ઈન્ટ્રાડે ટ્રેડીંગમાં ટ્રેડરમાં ઘણુ જલ્દી અને યોગ્ય નિર્ણય લેવાનો હોય છે કારણ કે તેમાં ટ્રેડીંગ ટાઈમ ઘણો ઓછો હોય છે.

યોગ્ય નિર્ણય લેવા માટે સૌથી પહેલા રિસર્ચના આધારે યોગ્ય સ્ટોક પસંદ કરવાની જરૂર હોય છે અને સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો ચાર્ટ અને ટેક્નિકલ ઈન્ડીકેટર્સ જેમકે મુવિંગ એવરેજ, બોલિંગ બેન્ડ્સ, MACDનો ઉપયોગ કરીને આપણે યોગ્ય સમય પર ટ્રેડ કરીને નફો કમાવવામાં સરળતા રહે છે. તેની સાથે એક નવા ટ્રેડર ઈન્ટ્રાડે ટ્રેડીંગ ટીપ્સ (Intraday Trading Tips) નો પણ ઉપયોગ કરી શકે છે 

અને તેની સાથે જો તમે સ્ટોપ લોસનો ઉપયોગ કરો છો તો એ ટ્રેડીંગમાં થનારા નુકશાનને દૂર કરે છે.

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

  Leave a Comment

  Your email address will not be published. Required fields are marked *

  Book Your Free Demo Class To Learn Technical Analysis