ઈન્ટ્રાડે ટ્રેડિંગ કેવી રીતે શીખવું

ઈન્ટ્રાડે ટ્રેડીંગમાં જેટલી પ્રોફીટ કમાવવાની તક હોય છે તેટલું જ તેમાં જોખમ પણ હોય છે, જરૂરી હોય છે તો બસ તે જોખમોને સમજીને એક યોગ્ય નિર્ણય લેવો. અહીં એક ટ્રેડર માટે જરૂરી હોય છે માર્કેટની જીણવટ ભરેલી બાબતોને સમજવી, પરંતુ અહીં પ્રશ્ન એ આવે છે કે ઈન્ટ્રાડે ટ્રેડિંગ કેવી રીતે શીખવું.  

અને તેના કરતાં પણ જરૂરી એ છે કે ઈન્ટ્રાડે ટ્રેડીંગ શીખવાની સાચી પદ્ધતિ કઈ છે?

આજે અમે આ લેખમાં ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ જાણીશું જ્યાંથી તમે ઈન્ટ્રાડે ટ્રેડીંગ શીખીને એક બહેતર ટ્રેડર બની શકો છો.

Intraday Trading in Gujarati

હવે ઇન્ટ્રાડે ટ્રેડીંગ શીખવું હોય તો શરૂઆત તેના અર્થથી જ કરીએ. એ પહેલા એ જાણીએ કે ઓપન અને ક્લોઝ પોઝીશનનો મતલબ શું હોય છે?

જયારે પણ તમે કોઈ શેરનું પહેલી વખત ખરીદ અથવા વેંચન કરો છો તો તેને Open Position કહે છે અને જયારે ખરીદો અથવા ખરીદ અથવા વેંચેલા સ્ટોકને વેંચવામાં આવે છે તો તેને Position Close કરવાનું કહે છે.

આ પ્રકારની ટ્રેડીંગ જેમાં એક જ દિવસમાં પોઝીશન ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે તેને ઇન્ટ્રાડે ટ્રેડીંગ કહે છે. હવે ઇન્ટ્રાડે ટ્રેડીંગમાં તમે એક જ દિવસમાં એક કરતાં વધુ પોઝીશન લઈ શકો છો, પરંતુ પ્રોફીટ કમાવવા માટે જરૂરી છે કે સ્ટોકમાં વોલેટિલિટી અને લિકવિડીટી સારી હોવી જોઈએ.

આ માટે ઇન્ટ્રાડે માટે સ્ટોકની પસંદગી કઈ રીતે કરવી તેની જાણકારી તમને એક યોગ્ય પ્લેટફોર્મ પર મળે છે જેના વિષે આગળ વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે.

ટ્રેડીંગ કઈ રીતે શીખવું?

અનેક નવા ટ્રેડર ટ્રેડીંગના જોખમને સમજી શકતા નથી અને તેથી તેને શીખવામાં માનતા નથી. શરુઆતના એક-બે ટ્રેડમાં પ્રોફીટ કમાયા પછી તેમને લાગે છે કે તેઓ ટ્રેડીંગ સમજી ગયા છે અને વધુ પ્રોફીટ કમાઈ શકે છે.

આ સ્થિતિમાં ટ્રેડર પોતાની પોઝીશન સાઈઝીંગને વધારી દે છે અને અંતમાં નુકશાન ભોગવવું પડે છે.

તેથી ઈન્ટ્રાડે ટ્રેડીંગને શીખવું જરૂરી બની જાય છે, તો આવો જાણીએ કે શેર માર્કેટ ટ્રેડીંગ કેવી રીતે શીખવું.

શેર બજારમાં ટ્રેડીંગ બે પ્રકારે શીખી શકાય છે: ઓનલાઈન અને ઓફલાઈન. તેથી તમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ હોય છે.

ઓનલાઈન ઇન્ટ્રાડે ટ્રેડીંગ કેવી રીતે શીખવું?

આજકાલ જયારે પણ કંઈ શીખવાની વાત આવે છે તો ઓનલાઈન વિકલ્પ સૌથી પહેલા પસંદ કરવામાં આવે છે. તો જો તમે પણ આવું જ કોઈ પ્લેટફોર્મ શોધી રહ્યા હોય તો તમે યુટ્યુબ પરથી શીખી શકો છો જ્યાં અનેક ચેનલ છે જ્યાંથી તમે ટ્રેડીંગના પાયાની બાબતો શીખી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તેની Channelના માધ્યમથી માત્ર ટ્રેનિંગ આપવામાં આવે નહીં કે Tips અને Stockના Level આપીને ગેરમાર્ગે દોરવામાં આવે. 

કારણ કે એ Tipsને લીધે બની શકે કે તમે અમુક સમય સુધી જ પ્રોફીટ કમાઈ શકો પરંતુ Tips આપવાવાળા જો SEBI Registered નથી તો તેનાથી તમારા નુકશાનની ભરપાઈ થતી નથી અને સાથે જ તમે કંઈ શીખી પણ શકતા નથી. 

એ સિવાય અમુક Podcast પણ હોય છે જ્યાં તમે એક Traderના સફરથી અને તેમની ભૂલો પરથી ઘણું બધું શીખી શકો છો.

Share Market Learning App

એક બહેતર વિકલ્પ જ્યાંથી તમે Dedicated બનીને માર્કેટ વિષે જાણી શકો છો તે Share Market Learning App હોય શકે છે.

આજના સમયમાં અનેક Mobile App છે જે તમને ઈન્ટ્રાડે ટ્રેડીંગ અને અન્ય ટ્રેડીંગના કોર્ષના માધ્યમથી શીખી શકો છો. તેમાંથી અનેક એપમાં Recorded Courses હોય છે પરંતુ તમે સીધા જ તમારા Mentor પાસેથી શીખવા માંગતા હોવ તો Stock Pathshala એપમાં LIVE Classesના માધ્યમથી સ્ટોક માર્કેટની મૂળભૂત બાબતો અને ટ્રેડીંગ શીખવવામાં આવે છે.

આ એપમાં તમને નીચે આપેલી પદ્ધતિથી ઈન્ટ્રાડે ટ્રેડીંગ શીખવવામાં આવે છે:

 1. Share Market Courses જે Hindi અને Englishમાં ઉપલબ્ધ છે. 
 2. વાર્ષિક 25-30 Batches
 3. દરરોજ Webinar
 4. Class Recording
 5. વિકેન્ડ Workshop

આ એપમાં તમામ Batchesના Classes તમામ પ્રકારના ટ્રેડરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, તો તમે Beginner હોય કે પછી માર્કેટ વિષે થોડી ઘણી માહિતી હોય તો પણ તમે આ એપમાં Pro Subscription લો અને ખુદને એક બેહતર ટ્રેડર બનાવી શકો છો. 

ઓફલાઈન ઈન્ટ્રાડે ટ્રેડીંગ કેવી રીતે શીખવું?

ઓનલાઈન માધ્યમ સિવાય ઈન્ટ્રાડે ટ્રેડીંગ ઓફલાઈનના માધ્યમથી પણ શીખી શકાય છે.

ઓફલાઈન ઈન્ટ્રાડે ટ્રેડીંગ શીખવા માટે બિગિનર્સ સૌથી જુની અને પારંપરિક પદ્ધતિ પુસ્તકો છે. માર્કેટમાં ઇન્ટ્રાડે ટ્રેડીંગ શીખવા માટે અનેક પુસ્તકો ઉપલબ્ધ હોય છે.

પરંતુ તે સ્ટોક માર્કેટ પુસ્તકોમાંથી અમુક પ્રભાવી અને વધુ પસંદ કરવામાં આવતા પુસ્તકોની યાદી નીચે આપવામાં આવી છે. આ પુસ્તકો તમને ઈન્ટ્રાડે ટ્રેડીંગની કાર્ય પદ્ધતિ અને તેના ટ્રેન્ડને સમજવામાં મદદ કરશે.

Stock Market Books in Gujarati

ઈન્ટ્રાડે ટ્રેડીંગ શીખવા માટે શેર માર્કેટની અનેક પુસ્તકો માર્કેટમાં ઉપલબ્ધ છે જરૂરત છે તો એ સારા પુસ્તકો શોધીને તેને વાંચવાની, એટલે અમે તમારી સાથે એ પુસ્તકોની એક નાની યાદી પ્રસ્તુત કરી રહ્યા છીએ જે તમારા ઇન્ટ્રાડે ટ્રેડીંગ શીખવાના જ્ઞાનમાં વધારો કરશે અને તમે ઓછા જોખમ સાથે સારું રીટર્ન પ્રાપ્ત કરી શકશો.

Intraday Trading Classes

પુસ્તકો સિવાય એવા અનેક ઇન્સ્ટીટયુટ છે જ્યાં બિગિનર્સ ઈન્ટ્રાડે ટ્રેડીંગ શીખી શકે છે. આજના સમયમાં અનેક અનુભવી અને Certified Trainers છે જે માર્કેટમાં તમને ટ્રેડ કરવું શીખવે છે.

પરંતુ તેમાં પણ અનેક Institute છે જેના Mentor SEBI Registered નથી પરંતુ તેઓ પોતાના Classeમાં Live Trading કરાવે છે જે Illegal છે.

એટલા માટે જ કોઈ Institute પસંદ કરતાં પહેલા તેની સંપૂર્ણ જાણકારી લેવી જેમકે:

 • Classesમાં શું ભણાવવામાં આવશે?
 • શું Trainer Certified છે?
 • શું તમને કોઈ Certificate આપવામાં આવશે?

આ તમામ જાણકારી પછી તમે એક DEMO ક્લાસ લઈ શકો છો જેનાથી તમને Classes અને Trainingની જાણકારી વધુ સારી રીતે મળી શકશે.

જો તમે આવા Instituteમાંથી ઇન્ટ્રાડે ટ્રેડીંગ શીખવા માંગતા હોય તો Stock Pathshalaના Offline Centre પરથી Classesમાં જોડાઈ શકો છો.

Intraday Trading Rules in Gujarati

જે રીતે ક્રિકેટ રમવા માટે તેના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી હોય છે તે જ રીતે ઇન્ટ્રાડે ટ્રેડીંગ શીખવા માટે સાથે સાથે જરૂરી છે ટ્રેડીંગના નિયમોનું પાલન કરવું, જે નીચે મુજબ આપવામાં આવ્યા છે: 

1. થોડા પૈસાથી શરૂઆત કરવી

નવા ટ્રેડરને એ સલાહ આપવામાં આવે છે કે એ પોતાના ઇન્ટ્રાડે ટ્રેડીંગની શરુઆત ઓછા પૈસા સાથે કરે. કારણ કે માર્કેટના ટ્રેન્ડને સમજ્યા વગર તેમાં વધુ પૈસા રોકવાથી ક્યારેક મોટું નુકશાન પણ ભોગવવું પડે છે.

2. શેરની પસંદગી જરૂરી છે

કોઈ પણ ટ્રેડ શરુ કરતા પહેલા શેરની પસંદગી કરવાનું ઘણું મહત્વનું છે. ઇન્ટ્રાડે ટ્રેડીંગમાં તો તેની જરૂરીયાત અનેક ગણી વધી જાય છે કારણ કે આ પ્રકારના ટ્રેડમાં શેરની કિંમત ઝડપથી ઉપર અને નીચે જતી હોય છે.

3. ટ્રેડીંગ પ્લાન તૈયાર કરવો

પેપર ટ્રેડીંગની મદદથી તમે એક ટ્રેડીંગ પ્લાન તૈયાર કરો. આ ટ્રેડીંગ પ્લાન તમારા નુકશાનને ઘટાડીને તમને વધુ રિટર્ન અપાવવાની સંભાવનાને વધારશે.

4. સ્ટોપ લોસનો ઉપયોગ કરવો

જો તમે ઇન્ટ્રાડે ટ્રેડીંગમાં તમારી શરુઆત કરવા માંગતા હોય તો જરૂરી છે કે વધુ સુરક્ષા સાથે તેમાં કદમ રાખો. તેના માટે તમે સ્ટોપ લોસ (stop loss meaning in Gujarati)નો ઉપયોગ કરી શકો છો. સ્ટોપ લોસનો વિકલ્પ તમારા જોખમને ઘટાડી શકે છે.

નિષ્કર્ષ 

ઇન્ટ્રાડે ટ્રેડીંગ કેવી રીતે શીખવું તેના માટે બિગિનર્સ પાસે અનેક વિકલ્પો હોય છે. બિગિનર્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતથી ઈન્ટ્રાડે ટ્રેડીંગ કઈ રીતે શીખવું તેનો જવાબ પ્રાપ્ત કરી શકે છે. તેઓ તેમની સુવિધા અનુસાર બંને વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકે છે. 

ઓફલાઈન પદ્ધતિમાં તેઓ શીખવા માટે સૌથી જૂની પારંપરિક પદ્ધતિ પુસ્તકોની મદદ લઇ શકે છે. ઇન્ટ્રાડે ટ્રેડીંગના અનેક પુસ્તકો પણ માર્કેટમાં ઉપલબ્ધ છે પરંતુ ઉપર આપવામાં આવેલી પુસ્તકોની યાદી તમારા માટે સૌથી વધુ મદદગાર બનશે. 

પુસ્તકો સિવાય ઓફલાઈન પદ્ધતિમાં અનેક ઇન્સ્ટીટયુટ પણ આ પ્રકારના કોર્સ ઓફર કરે છે. પરંતુ જો તમે ઓનલાઈન ઘર બેઠા ઇન્ટ્રાડે ટ્રેડીંગના એક્સપર્ટ બનવા માંગતા હોય તો Stock Pathshala એપ તમારા માટે એક સારો વિકલ્પ છે.

અહીં જો તમે બેસિકથી લઈને એડવાન્સ લેવલ સુધી ઇન્ટ્રાડે ટ્રેડીંગ વિષે શીખી શકો છો. ઇન્ટ્રાડે ટ્રેડીંગ શીખ્યા પછી તમે ટ્રેડીંગની કાર્ય પદ્ધતિ અને ઇન્ટ્રાડે ટ્રેડીંગને સમજી શકશો. માની લો કે એ પછી તમે ઇન્ટ્રાડે ટ્રેડીંગની તમારી યાત્રાને સફળતાપૂર્વક પાર કરી શકશો.

સ્ટોક માર્કેટમાં Trade કરવા માટે ટ્રેડીંગ કેવી રીતે શીખવું અને ક્યાંથી તેના વિષે યોગ્ય Knowledge મેળવવું? જાણવા માટે અત્યારે જ અહીં ક્લિક કરો! 

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

  Leave a Comment

  Your email address will not be published. Required fields are marked *

  Book Your Free Demo Class To Learn Stock Market Basics
  Book Your Free Demo Class To Learn Technical Analysis