શેર બજારમાં અનેક પ્રકારના ટ્રેડીંગ સેગ્મેન્ટ હોય છે અને તેમાં ટ્રેડર્સને જો સૌથી વધુ કઈ આકર્ષિત કરતું હોય તો એ છે ઓપ્શન ટ્રેડીંગ. ઓપ્શન ટ્રેડીંગ વિષે વિગતવાર વાત કરીએ તો એ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ (કરાર) હોય છે જે એક બાયરને ઓપ્શન એક્સપાયરી ના દિવસે ટ્રેડ સેટલ કરવાનો અધિકાર આપે છે પરંતુ એમ કરવું ફરજીયાત બનાવતો નથી. હવે તેના બે પ્રકાર હોય છે કોલ અને પુટ ઓપ્શન (Call and Put Option in Gujarati) જેની ચર્ચા આજે આપણે આ આર્ટિકલમાં કરીશું.
કોલ ઓપ્શન ઔર પુટ ઓપ્શન
ઓપ્શન ટ્રેડીંગના પ્રકારને સમજતા પહેલા ઓપ્શન ટ્રેડીંગ (Option Trading in Gujarati) ને થોડું વધારે સારી રીતે સમજી લઈએ.
માની લઈએ તમે એક જથ્થાબંધ શાકભાજીના વેપારી છો. તમે શાકભાજીના વહન માટે ટ્રાન્સપોર્ટેશનની મદદ લો છો.
જો માર્કેટમાં ડીઝલ અથવા પેટ્રોલની કિંમત વધશે તો તમારે શાકભાજીના વહન માટે વધારે પૈસા આપવાની જરૂર પડશે. પરિણામ સ્વરૂપ તમે આ ખર્ચને પહોંચી વળવા માટે શાકભાજીઓના ભાવમાં વધારો કરશો.
હવે તમે જયારે આ પરીસ્થિતને સમજશો તો તમને જાણ થશે કે જો પેટ્રોલ કે ડીઝલના ભાવ વધશે તો શાકભાજીના ભાવ પણ વધી જશે.
બસ આ જ રીતે, ઈક્વિટી ઓપ્શન (Equity Option) પણ એક ડેરિવેટિવ ઈન્સ્ટ્રુમેન્ટ (Derivative Instrument) જ છે, જેની કિંમતો અન્ય ફાયનાન્શીયલ પ્રોડક્ટ (Financial Product) ના મુવમેન્ટ પર આધાર રાખે છે.
આ ઓપ્શન કોન્ટ્રાક્ટ એક નિર્ધારિત કિંમત (ઓપ્શન પ્રીમિયમ) અને વેલિડિટીની સાથે આવે છે. ઓપ્શન બાયર સેલર (ઓપ્શન રાઈટર) ને એ પ્રીમિયમ આપે છે અને ઓપ્શનને પોતે પસંદ કરેલા સ્ટ્રાઈક પ્રાઈસ પર ટ્રેડ કરવાનો અધિકાર આપે છે.
હવે શેર માર્કેટમાં તમામ ટ્રેડ ટ્રેંડ પર આધાર રાખે છે, જો ટ્રેડ બુલિશ છે તો તમે લોંગ પોઝીશન લો છો અને ઈન્ટ્રાડે ટ્રેડીંગમાં ટ્રેંડ બેયરિશ હોવા પર શોર્ટ પોઝીશન લેવામાં આવે છે.
ડેરીવેટિવ માર્કેટમાં ટ્રેન્ડના આધારે જ બે પ્રકારના ઓપ્શન કોન્ટ્રાક્ટ હોય છે: કોલ અને પુટ ઓપ્શન (Call and Put Option in Gujarati)
હવે એ શું હોય છે તેની જાણકારી મેળવીએ.
કોલ ઓપ્શન શું છે?
કોલ ઓપ્શનને સમજવા માટે ઓપ્શન ટ્રેડીંગનું એક ઉદાહરણ લઈએ. માની લઈએ કે રિલાયન્સનો શેર 2,000 રૂપિયામાં ટ્રેડ કરી રહ્યો છે અને એક મહિનામાં તેનો ત્રિમાસિક રીપોર્ટ આવાનો છે જેને લઈને તમે ઘણા સકારાત્મક છો.
જો તમે તેના શેર ખરીદવા માંગો છે પરંતુ તમારું વિશ્લેષણ ખોટું પણ પડી શકે છે અને એ કારણથી તમે જોખમ ઉઠાવવા નથી માંગતા. તો એવી સ્થિતિ તમે કોલ ઓપ્શન ખરીદવાનો નિર્ણય કરી શકો છો.
તમે રૂપિયા 2,000ના સ્ટ્રાઈક પ્રાઈસ પર માસિક કોલ ઓપ્શન ખરીદો છો જેના માટે તમે એક પ્રીમિયમ વેલ્યુ આપો છો. માની લઈએ કે એ પ્રીમિયમ 100 રૂપિયા પ્રતિ શેર છે અને એક લોટમાં 250 શેર છે, તો એક રીતે ટ્રેડ કરવા માટે તમે (250 * 100) 25,000 રૂપિયા આપ્યા.
એક ટ્રેડર કોલ ઓપ્શન ત્યારે ખરીદે છે જયારે એ માર્કેટ અથવા સ્ટોકને લઈને બુલિશ હોય છે અને પોઝીશન લેવા માટે એક બાયર હંમેશા પ્રીમિયમ આપે છે.
હવે માની લઈએ કે એક મહિના પછી રિલાયન્સનો રિપોર્ટ સારો આવ્યો જેને લીધે તેના શેરની પ્રાઈસ ઘણી આગળ વધવા લાગી અને એક્સપાયરી ડેટ સુધી રૂપિયા 2300 થઈ ગઈ.
હવે કારણ કે ઓપ્શન સેલર જેણે પ્રીમિયમ લીધું છે તે ખરીદનારને અંડરલાઈંગ એસેટ્સ (રિલાયન્સ શેર્સ) નિશ્ચિત કિંમત પર નક્કી કરેલાં જથ્થાને વેંચવા માટે બાધ્ય હોય છે જે તમને રિલાયન્સના શેર એક્સપાયરી તારીખે રૂપિયા 2,000ના હિસાબે વેંચશે.
આ રીતે તમે ઓછી કિંમતમાં શેર્સ ખરીદીને તમે નફો કમાઈ શકો છો.
કોલ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં એક ખરીદનાર (Buyer) પાસે અધિકાર હોય છે, પરંતુ તે તેના માટે બંધનકર્તા કે તેની જવાબદારી હોતી નથી કે તે કોન્ટ્રાક્ટમાં નિર્ધારિત કરવામાં આવેલી અંડરલાઈંગ સ્ટોક (Underlying Assets)ની નક્કી કરેલી માત્રાને નક્કી કરેલાં સમય પર નક્કી કરેલી કિંમત પર ખરીદે.
કોલ ઓપ્શન બાયરને અંડરલાઈંગ અસેટ સ્ટ્રાઈક પ્રાઈસ પર ખરીદવાનો અધિકાર હોય છે અને કોલ ઓપ્શન સેલર તે પ્રાઈસ પર સ્ટોકને વેંચવા માટે બંધનકર્તા હોય છે.
ઉપર આપેલા ઉદાહરણને ફરીથી જોઈએ તો તમે જે એક ઓપ્શન બાયર છો (2300 – 2000 – 100) ₹200 રૂપિયાના પ્રોફીટ પર છો. હવે તમે વિચારી રહ્યા હશો કે ₹100 રૂપિયા કેમ ઘટી ગયા, તો અહી પર આ ₹100 રૂપિયા તમારી પ્રીમિયમ વેલ્યુ છે જે તમે ઓપ્શનમાં પોઝીશન લેવા માટે આપી હતી.
જો માર્કેટ બુલિશ ટ્રેન્ડમાં રહી તો કોલ ઓપ્શન બાયરને અમર્યાદિત લાભ કમાવવાની તક પ્રાપ્ત થાય છે જે સ્ટ્રાઈક અને સ્પોટ પ્રાઈસના અંતરથી કાઢવામાં આવે છે, ત્યાં જ એક સેલર શેર વેંચવા માટે બંધનકર્તા બને છે અને તેથી જ બુલિશ માર્કેટમાં કોલ ઓપ્શન સેલરને અમર્યાદિત નુકશાન થાય છે.
નીચે આપવામાં આવેલા પાય ઓફ ચાર્ટમાં રેડ ઝોન ઓપ્શન બાયરનું નુકશાન અને ગ્રીન ઝોન અમર્યાદિત પ્રોફીટને દર્શાવે છે. અહીં પર જયારે સ્ટ્રાઈક પ્રાઈસ (Strike Price) ની વેલ્યુ સ્પોટ પ્રાઈસથી ઓછી હોય છે તો બાયરને પ્રોફીટ થાય છે જે તેણે આપેલાં પ્રીમિયમની કિંમત પછી શરુ થાય છે.
અહીં સેલરના પ્રોફીટની વાત કરીએ તો એ ત્યારે જ થશે જયારે રિલાયન્સના શેર કાં તો રૂપિયા 2,000 પર જ રહે અથવા તેની વેલ્યુ નીચે ગગડી જાય.
કોલ ઓપ્શન સેલરનો પ્રોફીટ ત્યારે જ થાય છે જયારે માર્કેટ સિડેવેસ હોય અથવા પ્રાઈસ નીચે ગગડી જાય અને આ પ્રોફીટ માત્ર પ્રીમિયમ સુધી જ મર્યાદિત હોય છે.
હવે માની લઈએ કે રિલાયન્સના શેરની પ્રાઈસ નીચે ગગડી ગઈ અને એક્સપાયરીવાળા દિવસે 1700 રૂપિયા સુધી પહોંચી ગઈ તો અહીં ટ્રેડ કરવું બંધનકર્તા નથી તો વગર સેટલમેન્ટના ટ્રેડથી એક્ઝીટ કરી શકો છો, પરંતુ જો તમે પ્રીમિયમ આપ્યું હતું તો એ નુકશાન તમારે જ ઉપાડવુ પડશે.
કોલ ઓપ્શન બાયરને માર્કેટ ગગડ્યા પછી નુકશાન થાય છે જે તેના પ્રીમિયમ સુધી જ મર્યાદિત હોય છે.
પુટ ઓપ્શન શું છે?
પુટ ઓપ્શન, કોલ ઓપ્શનના બિલકુલ વિપરીત હોય છે. હવે ઉપર આપેલા ઉદાહરણને થોડું બદલીએ. માની લઈએ કે રિલાયન્સના આવનારા ત્રિમાસિક રીપોર્ટને લઈને તમે બેયરિશ છો અને તેને લીધે તમે ₹2000 રૂપિયાના સ્ટ્રાઈક પ્રાઈસ પર પુટ ઓપ્શન ખરીદી લીધા, જેન માટે તમે ₹100 રૂપિયાનું પ્રીમિયમ આપ્યું.
એક ટ્રેડર પુટ ઓપ્શન ત્યારે જ ખરીદે છે જયારે તે શેર અથવા માર્કેટને લઈને બેયરિશ હોય છે.
હવે માની લઈએ કે રિલાયન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યોઅને એક મહિના પછી શેરની કિંમત ₹1700 રૂપિયા થઈ ગઈ. હવે કારણ કે તમે અહીં પુટ ઓપ્શન ખરીદ્યો છે તો તમારી પાસે આ શેર ₹2000 રૂપિયાના હિસાબે વેંચવાનો અધિકાર છે.
હવે અહીં જો તમારી પાસે રિયાલન્સના શેર છે જે તમે ₹2000 રૂપિયા કરતા ઓછી કિંમતે ખરીદ્યા હતા, તમે તેને ₹2000 રૂપિયામાં ઓપ્શન સેલરને વેંચી શકો છો અથવા તમે માર્કેટમાંથી ₹1700 પ્રતિ શેરના હિસાબે સ્ટોકને ખરીદીને ₹2000 રૂપિયાના હિસાબે વેંચી શકો છો.
પુટ ઓપ્શન બાયરને અંડરલાઈંગ અસેટ સ્ટ્રાઈક પ્રાઈસ પર વેંચવાનો અધિકાર હોય છે અને પુટ ઓપ્શન સેલર તે પ્રાઈસ પર સ્ટોકને ખરીદવા માટે બંધનકર્તા હોય છે.
આ રીતે તમે ₹200 (2000 – 1700 – 100) નો પ્રોફીટ કમાઈ શકો છો. અહીં ₹100 રૂપિયા પ્રીમિયમ છે જે તમેં આ પોઝીશનમાં ટ્રેડ કરવા માટે આપ્યા હતાં.
પુટ ઓપ્શનમાં બેયરિશ ટ્રેન્ડમાં એક બાયરનો પ્રોફીટ અમર્યાદિત હોય છે પરંતુ આ નફાની ગણતરી બ્રેક ઈવન પોઈન્ટ પછી હોય છે. આ જ રોતે પુટ ઓપ્શન સેલરને બેયરિશ માર્કેટમાં અમર્યાદિત નુકશાન હોય છે.
હવે માની લઈએ કે માર્કેટ બુલિશ થઈ ગયું અને રિલાયન્સના શેર પ્રાઈસ એક્સપાયરી સુધી ₹2200 રૂપિયાના થઈ ગયા તો એવામાં પુટ ઓપ્શન બાયર ટ્રેડ એક્ઝીક્યુટ નહીં કરે, અને પ્રીમિયમના નુકશાનની સાથે માર્કેટમાંથી એક્ઝીટ કરી દેશે.
તો એક બાજુ જ્યાં પુટ ઓપ્શન બાયરને બુલિશ માર્કેટમાં પ્રીમિયમનું નુકશાન થાય છે તો બીજી બાજુ પુટ ઓપ્શન સેલર પ્રીમિયમથી ફાયદાની કમાણી કરે છે અને અહીં એક સેલરનો ફાયદો માત્ર પ્રીમિયમ સુધી જ મર્યાદિત હોય છે.
આ જ રીતે કોલ અને પુટ ઓપ્શન (Call and Put Option in Gujarati) અલગ-અલગ માર્કેટમાં બાય અને સેલ પોઝીશનથી ફાયદો કમાવવાની તક પ્રદાન કરે છે.
Call and Put Option Difference in Gujarati
ઉપર આપવામાં આવેલા ઉદાહરણથી તમે કોલ એન્ડ પુટ ઓપ્શન (Call and Put Option in Gujarati) ને સમજી જ ગયા હશો તો ચાલો ફરી એક વાર તેની વચ્ચેના તફાવતને થોડું વધુ સારી રીતે જાણીએ.
નીચે આપવામાં આવેલા ટેબલમાં કોલ અને પુટ ઓપ્શન વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો છે:
Difference Between Call & Put Options in Gujarati | |
કોલ ઓપ્શન | પુટ ઓપ્શન |
કોલ ઓપ્શન બાયરને નિર્ધારિત સ્ટ્રાઈક પ્રાઈસ પર અંડરલાઈંગ અસેટને એક્સપાયરી પર ખરીદવાનો અધિકાર આપે છે પરંતુ એ બંધનકર્તા નથી. | પુટ ઓપ્શન બાયરને એક નિર્ધારિત સ્ટ્રાઈક પ્રાઈસ પર અંડરલાઈંગ અસેટને એક્સપાયરી પર વેંચવાનો અધિકાર રાખે છે પરંતુ એ બંધનકર્તા નથી હોતો. |
કોલ ઓપ્શન સેલર એક્સપાયરી પર અંડરલાઈંગ અસેટને વેંચવા માટે બંધનકર્તા હોય છે. | પુટ ઓપ્શન સેલર એક્સપાયરી પર અંડરલાઈંગ અસેટને ખરીદવા માટે બંધનકર્તા હોય છે. |
કોલ ઓપ્શન બાયર માર્કેટને લઈને બુલિશ હોય છે. | પુટ ઓપ્શન બાયર માર્કેટને લઈને બેયરિશ હોય છે. |
કોલ ઓપ્શન સેલર માર્કેટને લઈને બેયરિશ હોય છે, | પુટ ઓપ્શન સેલર માર્કેટને લઈને બુલિશ હોય છે. |
કોલ ઓપ્શન બાયરને પ્રોફીટ ત્યારે થાય છે જયારે માર્કેટ બુલિશ હોય. | પુટ ઓપ્શન બાયર ગગડતાં માર્કેટમાંથી ફાયદો કમાય છે. |
Call and Put Option Margin in Gujarati
હવે જે રીતે એક બાયરને ઓપ્શન ટ્રેડીંગ પોઝીશન લેવા માટે પ્રીમિયમ આપવું પડતું હોય છે, એ જ રીતે ઓપ્શન સેલરને પોતાના ટ્રેડીંગ એકાઉન્ટમાં એક માર્જીન રકમ રાખવાની હોય છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે આ માર્જીનની શું જરૂરત છે?
તો ઉપર આપવામાં આવેલા બંને ઉદાહરણોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેલર ટ્રેડ સેટલ કરવા માટે બંધનકર્તા હોય છે અને જો માર્કેટ સેલરની વિપરીત જાય છે તો તેને અમર્યાદિત નુકશાન થાય છે.
હવે જ જોખમોની ભરપાઈ કરવા માટે એક સેલરને તેના એકાઉન્ટમાં માર્જીન મની રાખવી પડતી હોય છે. આ માર્જીન રકમ સ્ટ્રાઈક પ્રાઈસ, એમ્પ્લોઈડ વોલેટિલિટી અને અન્ય પેરામીટર પર નિર્ભર કરે છે.
હવે તેને એક ઉદાહરણના માધ્યમથી સમજીએ.
માની લઈએ કે કોલ ઓપ્શન સેલ કરવા માટે રિલાયન્સના એક લોટને ₹2000 રૂપિયાના સ્ટ્રાઈક પ્રાઈસ પર વેંચવા માટે 30% સુધીની માર્જીન રકમ એકાઉન્ટમાં રાખવી પડશે. હવે અહીં માર્જીનની ગણતરી કરીને જાણીએ કે એક સેલરને લગભગ કેટલું માર્જીન રાખવું જોઈએ.
સ્ટ્રાઈક પ્રાઈસ = ₹2000
લોટ સાઈઝ = ₹250
ટોટલ વેલ્યુ = ₹5,00,000
માર્જીન : 30% * 5,00,000
=₹1,50,000
હવે તેમાં સ્પેન અને એક્સપોઝર માર્જીનની વેલ્યુ હોય છે જે વોલેટિલિટી અને જોખમ પર નિર્ભર કરે છે, અને એ વેલ્યુ ટ્રેન્ડ અનુસાર વધ ઘટ થતી રહે છે.
અહીં એ વાત સ્પષ્ટ છે કે ઓપ્શન બાયર માત્ર પ્રીમિયમ રકમ સાથે માર્કેટમાં ઓપ્શન પોઝીશનને લઈ શકે છે તો બીજી બાજુ ઓપ્શન સેલરને વધુ રકમ સાથે ઓપ્શનમાં ટ્રેડ કરવાની મંજૂરી મળે છે.
Option Trading Strategies in Gujarati
કોલ અને પુટ ઓપ્શન અલગ-અલગ માર્કેટ ટ્રેન્ડમાં ટ્રેડ કરવા માટે એક સારી તક પ્રદાન કરે છે, પરંતુ તમે આ બંને ઓપ્શનને એક સાથે અથવા તો પ્રત્યેક ઓપ્શનમાં એકથી વધુ પોઝીશન લઈને તમારા નુકશાનને મર્યાદિત અને પ્રોફીટની ગણતરી કરીને ટ્રેડ કરી શકો છો.
હવે તેના માટે અલગ-અલગ ટ્રેડીંગ સ્ટ્રેટેજી આપવામાં આવી છે જેનો ઉપયોગ કરીને તમે તમારા જોખમને મેનેજ કરવા માટે કરી શકો છો. આ તમામ સ્ટ્રેટેજીમાં એક ટ્રેડર એકથી વધુ પોઝીશન લઈ શકે છે પરંતુ તેનાથી આ તમામ પોઝીશન એક જ અંડરલાઈંગ અસેટ અને એક્સપાયરી ડેટ માટે લેવી જોઈએ.
આમ તો ઓપ્શન ટ્રેડીંગમાં અનેક પ્રકારની સ્ટ્રેટેજીનો ઉપયોગ થાય છે, પરંતુ અહીં 6 સ્ટ્રેટેજીની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
1. બુલ કોલ સ્પ્રેડ
આ એક બુલિશ ઓપ્શન સ્ટ્રેટેજી છે જેમાં એક ટ્રેડર ઓછી સ્ટ્રાઈક પ્રાઈસવાળા કોલ ઓપ્શનની ખરીદી કરે છે અને વધુ સ્ટ્રાઈક પ્રાઈસવાળા કોલ ઓપ્શનને વેંચી દે છે. હવે જેમકે ઓછી સ્ટ્રાઈક પ્રાઈસ ઓપ્શનનું પ્રીમિયમ વધુ હોય છે તો આ ટ્રેડીંગ સ્ટ્રેટેજીને ડેબિટ સ્ટ્રેટેજી પણ કહેવામાં આવે છે.
હવે આને એક ઉદાહરણ સાથે સમજીએ, માની લઈએ કે તમે નિફ્ટી 50 જે અત્યારે 17000 પર ટ્રેડ કરી રહ્યો છે તેનો 17000નો કોલ જેનુ પ્રીમિયમ 150 રૂપિયા છે તેની ખરીદી કરી અને 17500વાળા ઓપ્શન 50 રૂપિયા પ્રીમિયમ લઈને વેંચ્યું, તો એક ટ્રેડમાં તમારે પ્રીમિયમ આપવુ પડશે અને બીજામાં તમને પ્રીમિયમ મળશે.
નેટ પ્રીમિયમ = 150 – 50
નેટ ડેબિટ = 100
જો માર્કેટમાં નિફ્ટીની વેલ્યુ વધે છે અને 17150 અથવા તેનાથી ઉપર સુધી પહોંચે છે તો તમને પ્રોફીટ થશે. માની લઈએ કે એક્સપાયરીવાળા દિવસે નિફ્ટીની વેલ્યુ 17500 છે તો પ્રોફીટ અને લોસની ગણતરી નીચે આપેલ પદ્ધતિથી થશે:
લોંગ પોઝીશન = 17500 – 17000
= 500
શોર્ટ પોઝીશન = પ્રીમિયમ
= 50
કુલ પ્રોફીટ = 500 + 50 = 550
હવે કેમકે નેટ પ્રીમિયમ નેગેટીવ હતું તો અહીં નેટ પ્રોફીટ :
= 550 – 100
નેટ પ્રોફીટ = 450
બીજી બાજુ આ સ્ટ્રેટેજીમાં લોસ નેટ ડેબિટ એટલે કે 100 રૂપિયા સુધી મર્યાદિત રહે છે.
2. બુલ પુટ સ્પ્રેડ
આ સ્ટ્રેટેજી એ તમામ માટે છે જે માર્કેટને લઈને બુલિશ છે. હવે અહીં કોલની જગ્યાએ પુટ ઓપ્શનને બાય અને સેલ કરીને પોતાના પ્રોફીટ અને લોસને મર્યાદિત કરી શકાય છે.
આ સ્ટ્રેટેજીમાં ટ્રેડર એક પુટ OTM ખરીદે છે અને પુટ ITM વેંચે છે. આ રીતે ઓછું પ્રીમિયમ આપીને અને વધુ પ્રીમિયમ લઈને બે પોઝીશન એક સાથે લઈ જાય છે.
આ સમજવા માટે ઉપરવાળું જ ઉદાહરણ લઈએ
નેટ ક્રેડીટ = 150 – 50 = 100
જો નિફ્ટીની વેલ્યુ વધે છે તો ત્યાં જ ટ્રેડરને પ્રોફીટ મળવાનો શરુ થઈ જશે જે તેના પ્રીમિયમને બરાબર હશે અને બીજી બાજુ નુકશાન ત્યારે થશે જયારે માર્કેટ OTM સ્ટ્રાઈક પ્રાઈસ નીચે ગગડશે.
3. બીયર કોલ સ્પ્રેડ
બીયર પુટ સ્ટ્રેટેજી એ ટ્રેડર્સ માટે છે જે માર્કેટને લઈને થોડા બેયરિશ છે. આ સ્ટ્રેટેજીમાં ટ્રેડર 1 OTM કોલ બાય કરે છે અને 1 ITM કોલ સેલ કરે છે. આ રીતે તે આ સ્ટ્રેટેજીથી પ્રીમિયમથી પૈસા કમાઈ છે.
અને આ પ્રોફીટ ત્યારે નિશ્ચિત થઇ જાય છે જયારે સ્ટોક અથવા ઈન્ડેક્ષની પ્રાઈસ ગગડી જાય.
બીજી બાજુ આ સ્ટ્રેટેજીનો લોસ (ખોટ) પણ મર્યાદિત રહે છે સ્પ્રેડ (હાયર અને લોઅર સ્ટ્રાઈક પ્રાઈસનું અંતર) અને પ્રીમિયમ વેલ્યુના અંતરથી નીકળી જાય છે.
તો જો તમે નિફ્ટી 50ને લઈને બેયરિશ છો અને આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને 17,500 વાળા સ્ટ્રાઈક પ્રાઈસ કોલ ઓપ્શનને 50 રૂપિયા પ્રીમિયમ આપીને ખરીદ્યું અને 16,500 વાળાને 100 રૂપિયા પ્રીમિયમમાં વેંચ્યો તો ટોટલ 100 રૂપિયા પ્રીમિયમ તમારો પ્રોફીટ હશે.
હવે આ સ્ટ્રેટેજીમાં તમને નુકશાન ત્યારે થશે જયારે માર્કેટ ઉપર ચઢશે. તો માની લો કે નિફ્ટીની વેલ્યુ 17000થી 17200 સુધી પહોંચી ગઈ, તો હવે અહીં તમે તમારી લોંગ પોઝીશનનું સેટલમેન્ટ નહીં કરી શકો પરંતુ શોર્ટ પોઝીશન (16500) વાળી પોઝીશન માટે તમે બંધનકર્તા છો તો તમને એ સેટલ કરવું પડશે અને તેમાં નુકશાનની ગણતરી નીચે મુજબ થશે :
લોંગ પોઝીશન = પ્રીમિયમનો પ્રોફીટ
= + 50
શોર્ટ પોઝીશન = 17200 – 16500
= 700
પ્રીમિયમ = 150
નુકશાન = 700 – 150
= 550
કુલ નુકશાન = 550 – 50
= 450
4. બીયર પુટ સ્પ્રેડ
આ સ્ટ્રેટેજી પણ બીયર કોલની જેમ જ હોય છે બસ તેમાં કોલની જગ્યાએ પુટ ઓપ્શન ટ્રેડ કરવામાં આવે છે. આ સ્ટ્રેટેજીમાં એક ટ્રેડર એક ITM પુટ પર લોંગ પોઝીશન લે છે અને OTM પુટ ઓપ્શનમાં શોર્ટ પોઝીશન લે છે.
જો માર્કેટ ઉપરની તરફ ટ્રેન્ડ કરશે તો ટ્રેડરને આ સ્ટ્રેટેજીથી નુકશાન થશે જેની ગણતરી પ્રીમિયમના અંતરથી કરવામાં આવે છે તો બીજી બાજુ માર્કેટ નીચે તરફ ગગડવા લાગશે તો ટ્રેડરને કમાયેલા પ્રીમિયમ અને સ્પ્રેડના અંતરથી પ્રોફીટ કમાવવાની તક મળે છે.
5. લોંગ સ્ટ્રેડલ સ્ટ્રેટેજી
આ સ્ટ્રેટેજી ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે જયારે તમે માર્કેટને લઈને કોઈ એક વિચાર પર સ્થિર થઈ ન શકતા હોવ. આ સ્ટ્રેટેજીમાં ટ્રેડર એક ATM કોલ અને પુટમાં લોંગ પોઝીશન લે છે.
લોંગ સ્ટ્રેડલ સ્ટ્રેટેજીમાં એક ટ્રેડરને અમર્યાદિત પ્રોફીટ થાય છે અને નુકશાન પ્રીમિયમ સુધી મર્યાદિત હોય છે.
લોંગ સ્ટ્રેડલ સ્ટ્રેટેજીમાં એક ટ્રેડરને અમર્યાદિત પ્રોફીટ થાય છે અને નુકશાન પ્રીમિયમ સુધી મર્યાદિત હોય છે.
ઉદાહરણ માટે નીચે આપેલ સ્થિતિને સમજીએ:
નિફ્ટી 50નું વર્તમાન મૂલ્ય = 17000
એટીએમ કોલ પ્રીમિયમ = 50
એટીએમ પુટ પ્રીમિયમ = 45
નેટ પ્રીમિયમ = 50 + 45 = 95
માર્કેટ એક્સપીરડ બુલિશ = 17300
કોલ લોંગ પોઝીશન સેટલમેન્ટ = હાં
પુટ લોંગ પોઝીશન સેટલમેન્ટ = નહીં
ટોટલ પ્રોફીટ = (17300 – 17000) -95
= 205
માર્કેટ એક્સપીરડ બેયરિશ = 16800
કોલ લોંગ પોઝીશન સેટલમેન્ટ = નહીં
પુટ લોંગ પોઝીશન સેટલમેન્ટ = હાં
ટોટલ પ્રોફીટ = (17000 – 16800) -95
= 105
6. લોંગ સ્ટ્રાંગેલ સ્ટ્રેટેજી
આ સ્ટ્રાંંગેલ સ્ટ્રેટેજીની જેમ જ હોય છે પરંતુ આ સ્ટ્રેટેજીમાં ટ્રેડર OTM કોલ અને પુટ ઓપ્શનને ખરીદે છે. જેમાં પણ ટ્રેડરને અમર્યાદિત પ્રોફીટ થાય છે અને નુકશાન પ્રીમિયમ સુધી જ મર્યાદિત રહે છે.
ઉદાહરણ માટે નીચે આપેલ પરિસ્થિતિને સમજીએ:
નિફ્ટી 50નું વર્તમાન મૂલ્ય = 17000
OTM કોલ 17200 પ્રીમિયમ = 20
OTM પુટ 16800 પ્રીમિયમ = 25
નેટ પ્રીમિયમ = 20 + 25 = 45
માર્કેટ એક્સપીરડ બુલિશ = 17300
કોલ લોંગ પોઝીશન સેટલમેન્ટ = હાં
પુટ લોંગ પોઝીશન સેટલમેન્ટ = નહીં
પ્રોફીટ = 17300 – 17200 -45 = 55
માર્કેટ એક્સપીરડ બુલિશ = 16500
કોલ લોંગ પોઝીશન સેટલમેન્ટ = નહીં
પુટ લોંગ પોઝીશન સેટલમેન્ટ = હાં
પ્રોફીટ = 16800 – 16500 – 45
= 255
નિષ્કર્ષ
અત્યાર સુધીમાં તમને ખબર પડી ગઈ હશે કે Call and Put Option in Gujaratiમાં ખરીદી અને વેંચવાનો દ્રષ્ટિકોણ શું હોય છે. જો તમે સ્ટોક અથવા ઈન્ડેક્ષને લઈને બુલિશ છો તો તમે કોલ ઓપ્શન ખરીદી શકો છો અથવા તો પુટ ઓપ્શન વેંચી શકો છો.
બીજી બાજુ જો તમે માર્કેટને લઈને બેયરિશ છો તો તમે પુટ ઓપ્શન ખરીદી શકો છો અથવા કોલ ઓપ્શન વેંચી શકો છો.
ઓપ્શન કોન્ટ્રાક્ટથી પ્રોફીટ કમાવવા માટે જરૂરી છે કે માર્કેટ પ્રાઈસથી સ્ટ્રાઈક પ્રાઈસનું અંતર વધારે હોય અને સાથે જ એક નવા ટ્રેડર માટે જરૂરી છે કે એ ઓપ્શન ટ્રેડીંગના નિયમો (Option Trading Rules Gujarati) નું પાલન કરો જેનાથી તે માર્કેટમાં યોગ્ય રીતે ઓપ્શન ખરીદી તેમાં ટ્રેડ કરી શકે.
જો તમારે આ જાણવું હોય અને તેનાથી મહત્તમ લાભ કેવી રીતે મેળવવો, તો તમે અમારા option trading classes માં જોડાઈ શકો છો. અમે તમને શેરબજારનું જ્ઞાન ખૂબ જ સરળ રીતે આપીશું.
Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information: