How to do Option Trading in Gujarati?

શું તમને ખબર છે કે દુનિયાના મોટાભાગના સફળ ટ્રેડર ઓપ્શન ટ્રેડીંગ (Option Trading in Gujarati) જ કરતાં હોય છે કારણ કે ઓપ્શન ટ્રેડીંગ આપણને કોઈ પણ માર્કેટ પરિસ્થિતિમાં ઓછા જોખમ સાથે વધુ લાભ કમાવવાનું તક આપે છે. તો જો તમે પણ ઓપ્શન ટ્રેડર બનવા માંગતા હોવ તો તમારા માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે how to do option trading in Gujarati. 

ઓપ્શન ટ્રેડીંગ તમને સ્ટોક ટ્રેડીંગની તુલનામાં થોડી જટિલ લાગી શકે છે પરંતુ જો તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો ઓપ્શન ટ્રેડીંગ કરવાની એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. સાથે જ જો તમે એ જાણવા માંગતા હોવ કે Niftty 50 mein invest kaise kare તો તેના માટે પણ ઓપ્શન ટ્રેડીંગની જાણકારી હોવી જરૂરી છે. 

એક બાજુ જો સ્ટોક ટ્રેડીંગ જોઈએ તો જયારે તમે કોઈ સ્ટોક ખરીદો છો, તો તમે માત્ર એ જ નક્કી કરી શકો છો કે તમારે કેટલા શેર જોઈએ છે અને તમારો બ્રોકર બજારની હાલની પરિસ્થિતિ અથવા તો તમારા દ્વારા નિર્ધારિત કિંમત પર ઓર્ડર મૂકે છે, પરંતુ ઓપ્શન ટ્રેડીંગ માટે જરૂરી હોય છે માત્ર એક યોગ્ય ઓપ્શન ટ્રેડીંગ સ્ટ્રેટેજી (Option Trading Strategies in Gujarati) ની સમજની.    

તો જો તમે ઓપ્શન ટ્રેડીંગની નાનામાં નાની વિગતને સમજવા માંગતા હોવ તો તમારા માટે નીચે આપવામાં આવેલા પાંચ તબક્કા કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય કારણ કે તેમાં તમને સમગ્ર રોડમેપ સમજાવવામાં આવશે કે ઓપ્શન ટ્રેડીંગ કઈ રીતે કરવામાં આવે છે.

ઓપ્શન ટ્રેડીંગ કેવી રીતે કરવામાં આવે છે?

સ્ટોક માર્કેટમાં કોઈ પણ પ્રકારના ટ્રેડીંગ માટે ટ્રેડીંગ એકાઉન્ટ હોવું જરૂરી, જેના માટે એક યોગ્ય સ્ટોક બ્રોકરની પસંદગી કરવી પણ ખૂબ અનિવાર્ય છે. 

અહીં જો તમે ઓપ્શન ટ્રેડીંગ કરવા માટે જ ટ્રેડીંગ એકાઉન્ટ ખોલવા માંગતા હોવ તો જરૂરી છે કે એવા સ્ટોક બ્રોકરની પસંદગી કરવી કે જે તમને એક સારી એપની સાથે સ્ટોકનું વિશ્લેષણ કરવા માટે એક એડવાન્સ ઓપ્શન ચેઈન પણ પ્રદાન કરે. સાથે જ અમુક એવા સ્ટોક બ્રોકર્સ પણ છે જે તમને ઓપ્શન ટ્રેડીંગ બેસિક્સ (Option Trading Basics in Gujarati) સમજવા માટે અલગ-અલગ માધ્યમ પ્રદાન કરે છે.  

એકાઉન્ટ ખોલ્યા પછી સૌથી વધુ જરૂરી હોય છે યોગ્ય રકમ સાથે શરુઆત કરવી. એક પ્રારંભિક ટ્રેડર હંમેશા એ જાણવા માંગતો હોય છે કે શેર માર્કેટમાં કેટલા પૈસા લગાવી શકાય છે? આમ જોવા જઈએ તો એ તમારા જોખમ અને લક્ષ્ય પર નિર્ભર કરે છે પરંતુ અમે ઓપ્શનની વાત કરીએ તો તમારે એક સારી એવી મોટી રકમ સાથે ટ્રેડની શરૂઆત કરવી જોઈએ. 

આ સાથે નીચે આપવામાં આવેલા તબક્કાઓનું પાલન કરીને તમે ઓપ્શન ટ્રેડીંગની યાત્રા શરુ કરી શકો છો. 

  1. ટ્રેડીંગ ખાતુ ખોલો

તમે ઓપ્શન ટ્રેડીંગ શરુ કરો તે પહેલા તમારે એક ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડીંગ એકાઉન્ટ ખોલવાનું રહેશે કારણ કે જે રીતે બેંકમાંથી પૈસા ઉપાડવા અથવા તો જમા કરવા માટે આપણને બેંકમાં ખાતું ખોલવું પડતું હોય છે, એ જ રીતે જો તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ કરવા માંગતા હોવ તો તમારે કોઈ બ્રોકર પાસે ટ્રેડીંગ ખાતું ખોલવુ પડશે. 

how to choose a stockbroker in marathi

વર્તમાન સમયમાં ભારતમાં અનેક સ્ટોક બ્રોકર મૌજૂદ છે અને તમને યોગ્ય પસંદગી કરવામાં મુશ્કેલી પડી શકે છે કે કયો બ્રોકર તમારા માટે યોગ્ય છે અને કયો નહીં. તો આ વાતને સમજવા માટે અહીં અમુક ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની મદદથી તમે સરળતથી તમારા માટે સારો સ્ટોક બ્રોકર પસંદ કરી શકો છો. 

    • સૌથી પહેલા એક ટ્રેડર, સ્ટોક બ્રોકરની પસંદગી કરવા માટે એ જુએ છે કે ઓપ્શન ટ્રેડીંગમાં કેટલો ચાર્જ લાગે છે. એક રીતે એ સ્ટોક બ્રોકરની પસંદગી કરો કે જેના બ્રોકરેજના ચાર્જ ઓછા હોય અને અન્ય ચાર્જ પણ ઓછા હોય, કારણ કે આપણને લાંબા સમય સુધી ટ્રેડ કરવું હોય તો જો ચાર્જ વધારે હોય તો તમારો પ્રોફીટ ઘટી શકે છે. 
    • એવા સ્ટોક બ્રોકરની પસંદગી કરો કે જેમનું ટ્રેડીંગ પોર્ટલ અને એપ ઘણી જ સરળ હોય અને તેમાં ટેકનિકલ ગ્લીચ (ખામી) ખૂબ ઓછી હોય. કારણ કે ક્યારેક અમુક સ્ટોક બ્રોકરના પોર્ટલ અને એપમાં ટેક્નિકલ ગ્લીચ આવી જાય છે, જેને લીધે ટ્રેડર્સને ભારે નુકશાન ભોગવવું પડતું હોય છે. 
    • અને સૌથી મહત્વનું, એ બ્રોકરને પસંદ કરો કે જે એક સારો અને આધુનિક ઓપ્શન ચેન પ્રદાન કરતો હોય, જેનાથી તમે એક યોગ્ય વિશ્લેષણ કરીને તમે એક યોગ્ય સ્ટ્રેટેજીની પસંદગી કરી શકો છો અને તમારા પ્રોફીટને વધારી શકો છો.
  1. ઓપ્શનના મૂળભૂત તત્વોને સમજો

આપણે જયારે કંઈ પણ સમજવું હોય ત્યારે સૌથી પહેલા આપણે તેના મૂળભૂત તત્વોને સમજવા જરૂરી હોય છે, જે રીતે જો આપણે અંગ્રેજી શીખવું હોય તો સૌથી પહેલાં આપણે આલ્ફાબેટ (A-Z) અને પછી અંગ્રેજીના નિયમ, એ પછી આપણે એક ભાષા શીખી શકીએ છીએ, એ જ રીતે જો તમે ટ્રેડીંગ શીખવા માંગો છો તો તમારે સૌથી પહેલાં ઓપ્શનના બેસિકને સમજવા પડશે.

option trading in marathi

ઓપ્શનના મૂળભૂત તત્વોમાં અનેક ટોપિક શામેલ છે જેમકે – ઓપ્શન શું હોય છે, ઓપ્શન કેટલા પ્રકારના હોય છે, ઓપ્શન કઈ રીતે કામ કરે છે અને અન્ય ઘણુ બધુ. 

એક વાત હંમેશા યાદ રાખો કે ઓપ્શનના મૂળભૂત તત્વો સમજ્યા વગર તમે ઓપ્શન ટ્રેડર નહીં બની શકો કારણ કે ઓપ્શનના મૂળભૂત તત્વો પાયાનું કામ કરે છે.

અને જે રીતે બિલ્ડીંગનો મજબૂત પાયો તેની સમગ્ર બિલ્ડીંગને મજબૂત બનાવે છે એ જ રીતે ઓપ્શન ટ્રેડીંગ ટિપ્સ અને નિયમોનું પાલન કરીને તેના મૂળભૂત તત્વોથી અવગત થઈને તમે એક સફળ ઓપ્શન ટ્રેડર બની શકો છો. 

  1. યોગ્ય ઓપ્શનની પસંદગી કરો

     

    તમારે ક્યારે કયો ઓપ્શન ખરીદવો છે અથવા તો વેચવો છે એ સમજતા પહેલા તમારે ઓપ્શન ખરીદનાર અને ઓપ્શન સેલર (વેચનાર) વિષે જાણવું પડશે.

how to choose right option in marathi

        • ઓપ્શન ખરીદદાર :- ઓપ્શન ખરીદનાર ખૂબ ઓછા પૈસા સાથે પણ ટ્રેડીંગ શરુ કરી શકે છે કારણ કે ઓપ્શન ખરીદનારને માત્ર ઓપ્શન પ્રીમિયમ આપવાનું હોય છે પરંતુ ઓપ્શન ખરીદદારની લાભ કમાવવાની પ્રવૃત્તિ ઓપ્શન સેલરની તુલનામાં ખૂબ ઓછી હોય છે. 
        • ઓપ્શન સેલર :- ઓપ્શન સેલર બનવા માટે તમારે તમારા એકાઉન્ટમાં માર્જીન રાખવાનો હોય છે અને આ જ કારણ છે કે એક ઓપ્શન સેલરને વધારે પૈસાની જરૂર પડે છે. જ્યારથી સેબીએ નવા માર્જીનનો નિયમ લાગુ કર્યો છે ત્યારથી ઓપ્શન સેલિંગ માટે માર્જીનની જરૂરિયાત અનેક ગણી વધી ગઈ છે તેમ છતાં પણ એક ઓપ્શન સેલરના લાભ કમાવવાની પ્રવૃત્તિ ઓપ્શન ખરીદનાર કરતાં વધુ હોય છે,

તમે જે પણ ઓપ્શન ટ્રેડીંગની મૂડી રાખી છે એ મુજબ તમે જોઈ શકો છો કે તમે ઓપ્શન ખરીદદાર બનવા માંગો છો કે ઓપ્શન સેલર. 

હવે વાત કરીએ ઓપ્શનના પ્રકાર, કોલ અને પુટ ઓપ્શન (Call and Put Option in Gujarati) ની :

કોલ ઓપ્શન :- એક કોલ ઓપ્શન એક કરાર છે જે તમને એક નિશ્ચિત સમય મર્યાદાની અંદર એક પૂર્વ નિર્ધારિત મૂલ્ય પર સ્ટોક ખરીદવાનો અધિકાર આપે છે, પણ જવાબદારી નહીં. 

પુટ ઓપ્શન :- એક પુટ ઓપ્શન તમને કરાર સમાપ્ત થયા પહેલા એક નિશ્ચિત કિંમત પર શેર વેચવાનો અધિકાર આપે છે, પણ જવાબદારી નહીં. 

હવે આપણે એ જોઈએ કે તમે ક્યાં ઓપ્શન ખરીદશો અથવા વેચશો

  • જો તમને લાગે છે કે સ્ટોકની કિંમત વધશે : કોલ ઓપ્શન ખરીદો અથવા પુટ ઓપ્શન વેંચો 
  • જો તમને લાગે છે કે સ્ટોકની કિંમત સ્થિર રહેશે : કોલ ઓપ્શન વેંચો અને પુટ ઓપ્શન પણ વેંચો 
  • જો તમને લાગે છે કે સ્ટોકની કિંમત નીચે જશે : પુટ ઓપ્શન ખરીદો અથવા કોલ ઓપ્શન વેંચો 
  1. યોગ્ય સ્ટ્રાઈક પ્રાઈસની પસંદગી કરવી

કોઈ પણ સ્ટોક અથવા ઈન્ડેક્ષની સ્ટ્રાઈક પ્રાઈસ (Strike Price) એ કિંમત હોય છે જેના પર ભવિષ્યમાં ટ્રેડ કરવા માંગે છે. આ કિંમત એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓપ્શન ટ્રેડીંગ કરતા સમયે આપણે ખૂબ સાવધાની સાથે સ્ટ્રાઈક પ્રાઈસની પસંદગી કરવાની હોય છે. 

choose strike price in marathi

તેના માટે તમે ઓપ્શનમાં મોનીનેસની જાણકારી પ્રાપ્ત કરી શકો છો જે તમને ઈન્ટ્રીસિક વેલ્યુ અને સ્ટ્રાઈક પ્રાઈસ સાથે જોડાયેલા પ્રીમિયમ અને રિટર્નની ગણતરી કરવામાં મદદ કરે છે.   

તેના માટે ઓપ્શન ટ્રેડીંગનું એક ઉદાહરણ લઈએ, જો તમે માનતા હોય કે કોઈ પણ કંપનીના શેરની કિંમત વર્તમાનમાં રૂપિયા 1,000 પર ટ્રેડ કરી રહ્યું છે, અને ભવિષ્યનો કોઈ ચોક્કસ તારીખ સુધીમાં રૂપિયા 1,050 સુધી વધી જશે, તમે રૂપિયા 1,050થી ઓછી સ્ટ્રાઈક કિંમત સાથે એક કોલ ઓપ્શન ખરીદી શકો છો. 

પછી જેમ જેમ કંપનીના શેરની કિંમત રૂપિયા 1,050ની નજીક પહોંચી જશે, તમારો ફાયદો વધતો જશે. એ જ રીતે જો કંપનીના શેર મૂલ્ય ભવિષ્યની એ તારીખ સુધી રૂપિયા 1,000થી જેમ જેમ ઘટતું જશે, તમારો પ્રોફીટ ઓછો થતો જશે પરંતુ ઓપ્શન ખરીદતી સમયે તમારું અધિકતમ નુકશાન તમે જે પ્રીમિયમ ખરીદ્યું છે માત્ર તે જ હશે.

એ જ રીતે, જો તમને લાગતું હોય કે કોઈ કંપનીના શેરની કિંમત વર્તમાનમાં રૂપિયા 500 પર ટ્રેડ કરી રહ્યું છે, અને ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખ સુધીમાં રૂપિયા 450 સુધી ઘટી જશે, તો તમે રૂપિયા 540થી ઓછો સ્ટ્રાઈક મૂલ્ય સાથે એક પુટ ઓપ્શન ખરીદી શકો છો. 

તેની સાથે સ્ટ્રાઈક પ્રાઈસની પસંદગી કરવા માટે તમારે બીજા અન્ય પેરમીટર પણ જોવા પડશે જેમકે, ઓપન ઈન્ટરેસ્ટ, એમ્પ્લોઈડ વોલેટિલિટી (IV in Option Chain) અને ઓપ્શન ગ્રીક.

આ તમામ બાબતોની ભરપૂર જાણકારી મેળવ્યા પછી તમે યોગ્ય સ્ટ્રેટેજી સાથે ઓપ્શનમાં ટ્રેડ કરી શકો છો.

  1. ઓપ્શન સમયની સીમા નક્કી કરો

    ઓપ્શનમાં સૌથી મહત્વનો રોલ એક્સપાયરીનો હોય છે પરંતુ અહીં સૌથી પહેલા આપણે એ સમજીએ કે શેર માર્કેટમાં એક્સપાયરી શું હોય છે (What is Expiry in Share Market)

choose option expiry in marathi

ઓપ્શન એક્સપાયરી એક તારીખ હોય છે, જયારે ઓપ્શન કોન્ટ્રેકટ (પ્રીમિયમ) એક ભવિષ્યની તારીખ પર શૂન્ય થઈ જાય છે. ઓપ્શન કોન્ટ્રકટ માટે ત્રણ વિભિન્ન એક્સપાયરી હોય છે :

  • નિઅર મંથ | Near Month (1 મહિનો)
  • મિડલ મંથ | Middle Month (2 મહિના)
  • ફાર મંથ | Far Months (3 મહિના)

જો તમે ઈન્ડેક્ષમાં ઓપ્શન ટ્રેડ કરી રહ્યા છો તો ત્યાં તમને weekly expiryનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

પ્રત્યેક ઓપ્શનની સમાપ્તિનો એક સમયગાળો હોય છે જે નિર્દેશ કરે છે કે તમે ભવિષ્યની જે તે તારીખના અંતિમ દિવસ સુધી એ ટ્રેડમાં બની રહો.

ઉદાહરણ તરીકે, અત્યારે નિફ્ટી 17000 પર ટ્રેડ કરી રહ્યું છે અને તમે નિફ્ટીમાં ટ્રેડ કરવા માંગો છો તો તમારે સાપ્તાહિક એક્સપાયરી (સાપ્તાહિક એક્સપાયરી માત્ર ઈન્ડેક્ષ માટે જ હોય છે સ્ટોક્સ માટે નહીં) અથવા મહિનાની એક્સપાયરીને લઈને ટ્રેડ કરી શકો છો.

હવે માની લઈએ કે તમને લાગે છે કે નિફ્ટી આ મહિનાના અંત સુધીમાં 17500 સુધી અથવા તેના કરતાં વધુ આગળ પહોંચી જશે ત્યારે 17500 કોલ ઓપ્શન મહિનાની એ છેલ્લી એકસ્પાયરી છે તેના પર ખરીદીએ છીએ.

સમાપ્તિ તારીખ એક સપ્તાહથી લઈને મહિનાઓ સુધીની હોય શકે છે. પરંતુ સાપ્તાહિક ઓપ્શન સૌથી વધુ જોખમી હોય છે અને અનુભવી ઓપ્શન ટ્રેડર્સ મોટે ભાગે તેમાં જ ટ્રેડ કરે છે. 

લાંબા સમયગાળાના ટ્રેડર્સ માટે માસિક તારીખ વધુ સારી હોય છે. લાંબી એક્સપાયરી સ્ટોકને આગળ વધારવા માટે વધુ સમય આપે છે જે એક ઓપ્શન ખરીદનારને પ્રોફીટ કમાવવાની તક આપે છે.

પરંતુ અહીં પ્રીમિયમને સમજવું પણ જરૂરી બની જાય છે, જાણવા માંગો છે કે આવું કેમ?

કારણ કે ઓપ્શનની સમાપ્તિનો સમયગાળો જેટલો લાંબો હશે, ઓપ્શન એટલો જ મોંઘો હશે એટલે કે તમારે એટલુ વધારે પ્રીમિયમ ઓપ્શન ખરીદવા માટે આપવું પડશે. 

એક લાંબી સમાપ્તિ પણ ઉપયોગી છે કારણ કે ઓપ્શન સમય મૂલ્યને જાળવીને રાખી શકે છે, પછી ભલે સ્ટોક સ્ટ્રાઈક મૂલ્ય કરતા નીચે ટ્રેડ કરતું હોય. એક ઓપ્શનનું સમય મૂલ્ય સમાપ્તિના દ્રષ્ટિકોણના રૂપમાં ઓછુ થઈ જાય છે અને ઓપ્શન ખરીદનાર પોતાના ખરીદેલા ઓપ્શન મૂલ્યમાં ઘટાડો જોવા નથી માંગતા. 

જો માર્કેટની સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી થતું તો દર મીનીટે તમારા ઓપ્શન પ્રીમિયમની કિંમત ઘટતી જાય છે. 

એવામાં જયારે એક ઓપ્શન બાયર જેમણે માર્કેટમાં લોંગ પોઝીશન લીધી છે તેમને નુકશાન થાય છે તો બીજી બાજુ ઓપ્સન રાઈટર જેમણે પ્રીમિયમ લઈને ઓપ્શન સેલ કર્યો હોય છે તેમને પ્રોફીટ થાય છે. કારણ કે તેનાથી એ અંદાજ લગાવી શકાય છે કે માર્કેટ in the money expire થશે.

ઓપ્શનની એક્સપાયરી જેટલી દૂર હશે તેટલો જ ધીરે ધીરે ઓપ્શન ઘટતો જશે અને તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે તમને વધુ સમય મળી જશે. અંગ્રેજીમાં એવું કહેવાય છે ને કે Time is Money એ વાત અહીં બહુ જ સારી રીતે બંધબેસે છે.  

Option Intraday Trading in Gujarati 

અનેક ટ્રેડરને એ ખબર હોતી નથી કે તેઓ ઓપ્શનમાં પણ ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરી શકે છે. જી, હા! તમે સવારે ઓપ્શનને બાય અથવા તો સેલ કરીને ઈન્ટ્રાડે ટ્રેડીંગ ટાઈમ ખત્મ થયા પહેલા તમારી પોઝીશનને કવર કરીને ટ્રેડથી બહાર નીકળી શકો છો. 

હવે કેવી રીતે ઓપ્શનમાં ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરવી જોઈએ એ માટે તમારે યોગ્ય ઓપ્શન ટ્રેડીંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવાનો હોય છે, જેમકે ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરે છે તો માત્ર તમને સૌથી નજીકની એક્સપાયરીના ઓપ્શનમાં ટ્રેડ કરવું જોઈએ, કારણ કે તેનું પ્રીમિયમ ઓછુ હોય છે અને એમ્પ્લોઈડ વોલેટિલિટી અને અન્ય પેરામીટરની વધુ અસર હોય છે, જેનાથી તમે યોગ્ય રીતે ટ્રેડ કરી શકો છો.

 પરંતુ હા, તેમાં જોખમ પણ વધારે હોય છે અને તેથી યોગ્ય રીતે સમજી વિચારીને અને યોગ્ય વિશ્લેષણ કરીને માર્કેટમાં ટ્રેડ કરવું જોઈએ.

ઓપ્શનમાં ઈન્ટ્રાડે કેવી રીતે કરવું એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ:

માની લઈએ કે નિફ્ટી 17000 પર ટ્રેડ કરી રહ્યું છે અને આજે વિશ્લેષણ અનુસાર તમને બુલિશ ટ્રેન્ડનો સંકેત મળી રહ્યો છે. એવામાં તમે કોલ ઓપ્શન ખરીદશો અથવા તો પુટ ઓપ્શન વેચશો. 

માની લઈએ કે તમે કોલ ઓપ્શન ખરીદવાનો નિર્ણય લીધો છે પરંતુ હવે તમારી સામે સૌથી મોટો પડકાર આવે યોગ્ય સ્ટ્રાઈક પ્રાઈસને પસંદ કરવાનો. તો અહીં શરૂઆતના ટ્રેડર્સ માટે એક ટીપ છે કે ઓપ્શનમાં ઈન્ટ્રાડે કરવા માટે આઉટ-ઓફ-ધ-મનીવાળા ઓપ્શન વધારે સારા હોય છે કારણ કે તેમાં પ્રીમિયમ ઓછું હોય છે. 

તો એક તબક્કાની સમસ્યા તો દૂર થઈ ગઈ, હવે બીજું એ કે OTMમાં કઈ સ્ટ્રાઈક પ્રાઈસ પસંદ કરવી જોઈએ, તો તેના માટે તમારે ઓપન ઈન્ટરેસ્ટના ડેટાનું વિશ્લેષણ કરવું જોઈએ. મોટે ભાગે એવા ઓપ્શન ખરીદવા સારા અને ફાયદેમંદ હોય છે જ્યાં Open Interestની વેલ્યુ વધી રહી હોય અને તેની સાથે તેના સ્ટ્રાઈક પ્રાઈસની પ્રીમિયમ વેલ્યુ પણ.

તેનાથી એ સંકેલ મળે છે કે એ સ્ટ્રાઈક પ્રાઈસ પર વધારે બાયર છે અને તેનાથી તમે ઓછા જોખમવાળી પોઝીશન લઈને ફાયદો મેળવી શકો છો. 

તેના સિવાય તમે એટીએમ કોલ ઓપ્શન પણ લઈ શકો છે કારણ કે તેનું માર્કેટ જો તમારા અનુસાર બુલિશમાં છે તો તેમાં પ્રીમિયમ ઝડપથી બદલાય છે, તમારા પ્રોફીટ કમાવવાની તકને વધારે છે.

એ બધું સમજવાની સાથે તમારે ઓપ્શન સ્ટ્રેટેજીને સમજવી જોઈએ કે કઈ માર્કેટ કંડીશનમાં કઈ સ્ટ્રેટેજીથી વધુ લાભ થશે. 

નિષ્કર્ષ 

ઓપ્શન ટ્રેડીંગ તમને એક સારો એવો પ્રોફીટ કમાવવાની તક આપે છે પરંતુ જરૂર છે તેને યોગ્ય રીતે કરવાની. તેના માટે તમે ઓપ્શન ટ્રેડીંગ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો અને શેર માર્કેટ ટ્રેડીંગ કરીને વધુ પ્રોફીટ કમાઈ શકો છો. 

પ્રોફીટ કમાવવા માટે તમે ઓપ્શન ટ્રેડીંગના નિયમ (Option Trading Rules in Gujarati), તેનાથી જોડાયેલી ટિપ્સનું પાલન કરો અને સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરીને પ્રોફીટ વધારો.

હવે ટ્રેડીંગ કેવી રીતે કરવો તે શીખ્યા પછી, લાઇવ માર્કેટમાં ટ્રેડીંગ કેવી રીતે સેટ કરવો તે શીખવા માટે Option Trading Classes માં નોંધણી કરો!

 

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Book Your Free Demo Class To Learn Option Trading
    Book Online Demo Class Now