ઓપ્શન ટ્રેડિંગને લઈને એક માન્યતા એવી છે કે તે જટિલ અને જોખમ ભરેલું હોય છે. જો કે, હકીકત તો એ છે કે અલગ અલગ પ્રકારે શેરમાં ટ્રેડ કરવા માટે ઓપ્શન એક સાધનથી વધારે બીજું કંઈ જ નથી. જો તમે ઓપ્શન ટ્રેડિંગ શીખવાની શરૂઆત કરી રહ્યા હોવ તો આ 5 Option trading tips in Gujarati તમને ખૂબ ઉપયોગી થશે.
ઓપ્શન ટ્રેડિંગ ટિપ્સ
ઓપ્શન ટ્રેડિંગમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે તેના બેઝિક એટલે કે મૂળભૂત તત્વો (Option Trading in Gujarati) ની સમજ, ઉપયોગમાં લેવામાં આવનાર સ્ટ્રેટેજી અને ટ્રેડિંગના નિયમોની જાણકારી હોવી જરૂરી છે.
અનેક ટ્રેડર્સ એ મુંઝવણમાં હોય છે કે ઓપ્શન ટ્રેડિંગ કંઈ રીતે કરવું અને તેની જટિલતાઓને જોતા તેઓ શરૂઆતમાં જ ડરી જતાં હોય છે, પરંતુ જો ઓપ્શન ટ્રેડિંગ ટિપ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા પ્રોફીટને અનેક ગણો વધારી શકે છે.
ટિપ 1 : ઓપ્શન ટ્રેડિંગ કરવાના ઉદેશ્યને ઓળખો
સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું હોય કે પછી ટ્રેડ, જરૂરી છે તેના ઉદેશ્યને જાણવો. જો તમે ઓપ્શનમાં ટ્રેડિંગ કરવા માંગતા હોય તો એ સમજવું આવશ્યક બની છે કે આપણે ટ્રેડિંગની જરૂરીયાત અને ઉદેશ્યને સમજીએ.
હવે ઓપ્શન ટ્રેડિંગના અર્થ ને સમજીએ તો તેમાં બાયર માર્કેટમાં પોઝીશન લેવા માટે પ્રીમિયમ અમાઉન્ટ આપે છે. જો માર્કેટ બાયર અનુસાર એક્સપાયર થાય છે તો તેમને પ્રોફીટ થાય છે પરંતુ તેનાથી વિપરીત સંજોગોમાં તેને સમગ્ર પ્રીમિયમનું નુકશાન થાય છે.
એવામાં એ ખૂબ જરૂરી છે કે તમે માર્કેટમાં પ્રવેશ કરતાં પહેલાં તમારા લક્ષ્ય અને જોખમોનું યોગ્ય રીતે આકલન કરો.
જે રીતે તમે ઓપ્શન ટ્રેડિંગ બુલિશ અથવા બેયરિશ માર્કેટમાંથી નફો કમાવવા માટે કરી રહ્યા છો અથવા તમારી ટ્રેડિંગ પોઝીશનને હેજ કરવા માટે ઓપ્શનમાં ટ્રેડ કરી રહ્યા છો.
એક તરફ જ્યાં ઓપ્શન ટ્રેડિંગ સેલર માટે પ્રીમિયમથી પૈસા કમાવવાની તક લઈને આવે છે, તો બીજી બાજુ બાયરને તેની પોઝીશનને હેજ કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે જેનાથી તે તેના ટ્રેડિંગ જોખમને ઘટાડી શકે છે.
તો એક રીતે બાયર અને સેલર માટે ઓપ્શન ટ્રેડિંગ અલગ અલગ રીતે કામ કરે છે અને તેથી પોતાના ઉદેશ્યને નિર્ધારિત કરીને તેમાં ટ્રેડ કરવું ઘણું આવશ્યક બની જાય છે.
જો તમે ઓપ્શનમાં ઈંટ્રાડે ટ્રેડિંગ (Option Intraday Trading) કરવા માંગો છો તો તેના માટે માર્કેટની વોલેટિલિટી અને રિસ્કને ઓળખો કારણ કે આ બંને ટ્રેડમાં જોખમની સંભાવના અનેકગણી હોય છે.
ટિપ 2 : તમારા જોખમને સમજો અને તે અનુસાર રિટર્નની ગણતરી કરો
માનો કે ન માનો ઓપ્શન ટ્રેડિંગ તમને ઓછા જોખમ સાથે વધુ પ્રોફિટ કરવાની તક આપે છે, જેનો અર્થ એ થાય છે કે તમે એવો ટ્રેડ કરી રહ્યા છો કે જ્યાં સ્ટોક ટ્રેડિંગ કરવા પર તમને ફાયદો થવાની સંભાવના 50% હોય તો બીજી બાજુ ઓપ્શનમાં તમારા જોખમને ઘટાડી સ્ટોકની તુલનામાં ઓપ્શનને વધુ નફાકારક બનાવી શકો છો.
અહીં ઓપ્શન ટ્રેડિંગ ટિપ્સનું પાલન કરીને જો ઓપ્શન ટ્રેડિંગના યોગ્ય પ્રકાર (Call and Put Option in Gujarati), યોગ્ય સ્ટ્રેટેજી અને રિસ્ક મેનેજ કરીને ટ્રેડ કરો છો તો બુલિશ, બેયરિશ અથવા સ્થિર માર્કેટમાં પણ તમે નફો કમાઈ શકો છો.
તેમ છતાં પણ એક યોગ્ય ટ્રેડ કરવા માટે તમને તમારી જોખમ લેવાની ક્ષમતા અને તેની સાથે રિટર્ન રેશિયોની જાણકારી હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે જો તમે એક અગ્રેસિવ ટ્રેડર છો અને ઓપ્શન રાઈટીંગ અથવા વધુ માત્રામાં ખરીદી કરવા માંગતા હોવ તો deep OTM તમારા માટે ફાયદાકારક બની શકે છે.
તમે જે પણ ઓપ્શન સ્ટ્રેટેજી (Option Trading Strategies) પસંદ કરો, તેમાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે દરેક બાબતોનું આંકલન કરીને જ તેમાં ટ્રેડ કરો.
ટિપ 3 : યોગ્ય સ્ટ્રેટેજીથી માર્કેટની કોઈ પણ સ્થિતિમાં નફો કમાઓ
વોરેન બફેટનું માનવું છે કે “જયારે લોકો ડરેલા હોય ત્યારે તમે લાલચી બની જાઓ, અને જયારે લોકો લાલચી હોય ત્યારે તમે ડરીને રહો.”
સૌથી ફાયદાકારક ટ્રેડ શોધવા માટે આ કહેવતનો ઉપયોગ કરી શકાય છે. એવા સમય પણ હોય છે જયારે સ્ટોક માટે દ્રષ્ટિકોણ ખૂબ જ નિરાશાજનક હોય છે અને ઓપ્શન ટ્રેડર્સ માટે મોટો નફો કમાવવાની તક હોય છે.
તમે કોવિડની મહામારીનો સમય તો જોયો જ હશે જ્યારે માર્કેટ ખૂબ જ ખરાબ રીતે પડી ભાંગ્યુ હતું અને બધાં જ લોકો ડરેલા હતાં, બીજી બાજુ એ સમયે એવાં પણ ટ્રેડર્સ હતાં જેમણે એ સમયે એટલો નફો કમાઈ લીધો કે આખા વર્ષની કમી પૂરી થઈ ગઈ.
જ્યારે માર્કેટ બોટમમાં હતું ત્યારે બધાં જ ડરીને તેમનાં હોલ્ડિંગ્સ વેંચવા લાગ્યાં હતાં અને બીજી બાજુ અમુક લોકો ભારે ખરીદી કરી રહ્યા હતા. તેમ છતાં પણ આજે તમે જોઈ શકો છો કે માર્કેટ આજે ક્યાં છે.
એટલે જ જ્યારે લોકો ડરેલા હોય ત્યારે જ તક હોય છે કંઈક કરવાની.
આપણે બધાં એ જોયું છે કે સમાચાર અહેવાલો, બજારનો શોરબકોર વગેરેને આધારે શેરમાં વધારો અને ઘટાડો થાય છે – આ પ્રકારની પરિસ્થિતિ દરમિયાન ઓપ્શનનો ઉપયોગ કરવાની ક્ષમતાથી મહત્તમ લાભ પ્રાપ્ત થઈ શકે છે.
જ્યાં લાલચ અને ભય જાણકાર ટ્રેડર્સને તક ઓળખવાની જરૂર છે બજારની અસ્થિરતાનો ફાયદો ઉઠાવવાની તૈયારી રાખવી એ એક અનુભવી ટ્રેડર જ કરી શકે છે.
તમને હંમેશા લાભ જ થાય તે શક્ય નથી, પરંતુ જો તમે હંમેશા યોગ્ય તકની તલાશમાં હોવ છો તો તમને એક સારો ટ્રેડર બનતાં કોઈ રોકી ન શકે. અને ટ્રેડિંગ એક લાંબી ગેમ છે એટલે તમારું ધ્યાન “ગેમલિંગ” પરથી હટાવીને એક સફળ ટ્રેડર બનાવવા પર લગાવો.
ટિપ 4 : ઓપ્શનની વોલેટિલિટી પર નજર રાખો
એમ્પ્લોઈડ વોલેટિલિટી જે ઓપ્શનની વોલેટિલિટી જાણવામાં મદદ કરે છે, તમારે તેની યોગ્ય જાણકારી રાખીને જ ઓપ્શન ટ્રેડિંગમાં ઝંપલાવવું જોઈએ.
એના માટે તમે એમ્પ્લોઈડ વોલેટિલિટી (IV in Option Chain) ની હિસ્ટોરિકલ વોલેટિલિટી સાથે તુલના કરી શકો છો.
તેના યોગ્ય વિશ્લેષણથી તમે જાણી શકો છો કે આગળ જઈને સ્ટોક અથવા ઈન્ડેક્સમાં કયો ટ્રેંડ જોઈ શકાય છે. વધુ વોલેટિલિટીથી પ્રીમિયમ ખૂબ ઝડપથી વધે છે જેને લીધે તમે યોગ્ય સમયે ઓપ્શન વેંચીને અનેક ગણો નફો કમાઈ શકો છો.
બીજી બાજુ ઓછી એમ્પ્લોઈડ વોલેટિલિટીથી તમે ખૂબ ઓછાં પ્રીમિયમ સાથેને ખરીદી શકો છો જેનાથી એક બાયર ઓપ્શનથી નફો કમાઈ શકે છે.
ટિપ 5 : દેશ અને કંપનીની ઈવેન્ટથી અવગત રહો
હવે પછીની ઓપ્શન ટ્રેડિંગ ટિપ્સ એ છે કે જેમાં એક ટ્રેડરને માર્કેટ અથવા સ્ટોકમાં થનારા આયોજનથી અવગત હોવું ઘણું આવશ્યક છે કારણ કે આ ઓપ્શન માર્કેટને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે.
હવે અહીં માર્કેટ લેવલના આયોજનનો અર્થ અર્થતંત્ર, ચૂંટણી અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ સાથે સંકળાયેલો હોય શકે છે. બીજી બાજુ સ્ટોક ઈવેન્ટ કોઈ પણ કંપનીની વાર્ષિક અથવા ત્રિમાસિક રિપોર્ટ, કોઈ નવી પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરવી વગેરે હોય શકે છે.
એવામાં ઓપ્શન માર્કેટમાં એમ્પ્લોઈડ વોલેટિલિટી અને સ્ટોક પ્રાઈસ પર ઘણો પ્રભાવ પડે છે જેનો લાભ ટ્રેડર ઉઠાવી શકે છે.
તો તમારે ઓપ્શનમાં નફો કમાવવા માટે યોગ્ય તક અને ઈવેન્ટને ઓળખવી જરૂરી છે. જેનાથી ઓપ્શનના કોન્ટેક્ટ્સમાં અસર પડે અને યોગ્ય એક્સપાઈરી અને ટાઈમ ફ્રેમ અનુસાર તેમાં ટ્રેડ કરવાનું રહે છે.
જો તમે માર્કેટમાં નવા હોવ તો જાણો શેર માર્કેટમાં એક્સપાઈરી શું હોય છે (What is Expiry in Share Market) અને ઓપ્શનમાં તેનું શું મહત્વ હોય છે.
નિષ્કર્ષ
ઉપર આપવામાં આવેલી તમામ ઓપ્શન ટ્રેડિંગ ટિપ્સ એક જ તરફ દિશા નિર્દેશ કરે છે કે એક ઓપ્શન ખરીદનાર ત્યારે જ પૈસા કમાઈ શકે છે જ્યારે માર્કેટમાં હલચલ તેજ હોય, પછી તે ઉપર તરફ હોય કે નીચે તરફ.
બીજી બાજુ ઓપ્શન વેચનાર ત્યારે પણ પૈસા કમાશે જ્યારે માર્કેટ કયાંય ન જઈ રહ્યું હોય.
તો જો તમે ઓપ્શન સેલર હોય ત્યારે તમામ પાંચેય ટિપ્સનું અનુસરણ કરો અને જો તમે ઓપ્શન ખરીદનાર છો તો તમે અત્યાર સુધીમાં સમજી જ ગયા હશો કે સમય તમારો સૌથી મોટો દુશ્મન છે.
જો તમારે આ જાણવું હોય અને તેનાથી મહત્તમ લાભ કેવી રીતે મેળવવો, તો તમે અમારા option trading classes માં જોડાઈ શકો છો. અમે તમને શેરબજારનું જ્ઞાન ખૂબ જ સરળ રીતે આપીશું.
Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information: