ઘણાં બધા લોકો સ્ટોક માર્કેટ માં ટ્રેડીંગ કરે છે પરંતુ બહુ જુજ લોકો એવા હોય જે તેને બારીકાઈથી સમજે છે, ટ્રેડીંગમાં અનેક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો શબ્દ છે સ્ક્વેર ઓફ. તો આવો જાણીએ square off meaning in Gujarati.
Square off Meaning in Trading in Gujarati
સ્ક્વેર ઓફ ટ્રેડમાંથી બહાર નીકળવાની એક પ્રક્રિયા છે જેને ઈન્ટ્રાડે ટ્રેડર માર્કેટની વોલેટિલિટી (Volatility)થી થનારા ઉત્તાર-ચઢાવથી ફાયદો કમાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્ક્વેર ઓફ ટ્રેડરની દ્રષ્ટિએ એક સેટલમેન્ટની પદ્ધતિ છે, જ્યાં એક ટ્રેડર દ્વારા ખરીદવામાં આવેલા તમામ શેરને સંપૂર્ણ રીતે વેંચી દેવામાં આવે છે. ઈન્ટ્રાડે ટ્રેડીંગ સત્રમાં સ્ક્વેર ઓફ આવશ્યક હોય છે, જેથી જો ટ્રેડર પોતાની જાતે પોતાની હોલ્ડિંગ પોઝીશન બંધ નથી કરતા, તો મોટા ભાગના સ્ટોક બ્રોકર પોતાની રીતે બપોરે 3:15 વાગ્યાથી બપોરે 3:20 વાગ્યા દરમિયાન ટ્રેડને બંધ કરી દે છે.
સ્ક્વેર ઓફનો ઉદેશ્ય હોલ્ડિંગ ટ્રેડને પુરા કરવાનો છે. જેનો મતલબ એ છે કે તમારા દ્વારા સવારે ખરીદવામાં અથવા વેંચવામાં આવેલા કોઈ પણ ઈન્ટ્રાડે ટ્રેડ સ્ટોક માર્કેટ બંધ થતાં પહેલા વેંચી અથવા તો પાછો ખરીદી લેવો જોઈએ.
ઉદાહરણ,
માની લો કે ટ્રેડર X 500 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ પર SBIના 100 સ્ટોક ખરીદવા માટે ટ્રેડીંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને એ અપેક્ષા રાખે છે કે 505 પર પ્રાઈસ જવા પર તે ટ્રેડને સ્કેવર ઓફ કરી દેશે.
જો ટ્રેડર X ઈન્ટ્રાડે ટ્રેડીંગ ટાઈમ એટલે કે 3:15થી પહેલાં પોતાની પોઝીશનને સ્ક્વેર ઓફ ન કરે તો બ્રોકર પોતાની રીતે જ ટ્રેડને ઓટો સ્ક્વેર ઓફ કરી દેશે.
Position Square Off in Gujarati
ટ્રેડીંગમાં કોઈ હાલની પોઝીશનને સ્ક્વેર ઓફ કરવું ઘણું સરળ છે એ તમે તમારા સ્ટોક બ્રોકરના એપ અથવા પ્લેટફોર્મના માધ્યમથી પોતાની પોઝીશન પર જઈને તેને સ્ક્વેર ઓફ કરી શકો છો.
જેમકે માની લો કે તમે બેંક નિફ્ટી ફ્યુચરને ખરીદ્યો છે અને થોડા સમય પછી બેંક નિફ્ટી તમારી દિશામાં ચાલી રહ્યું છે અને તમે હવે પ્રોફીટ બુક કરાવવા માંગો છો તો તમારી પોઝીશન પર જઈને સેલ પર ક્લિક કરો, પચો તમારી સામે એક વિન્ડો ખુલી જશે, જેમાં તમે ઈચ્છો તો માર્કેટ પ્રાઈસ પર સેલ કરી શકો છો અથવા જાતે પ્રાઈસ નાંખીને બેંક નિફ્ટી તે પ્રાઈસ સુધી પહોંચે તેની રાહ જોઈ શકાય છે.
Square off Timing
ટ્રેડીંગમાં Square off Meaning in Gujarati સમજ્યા પછી આવો તેના માટે ભારતીય સ્ટોક માર્કેટની સ્ક્વેર-ઓફ સમય સીમા પર એક નજર કરીએ.
બપોરે 03:15 વાગ્યાથી 03:20 વાગ્યા દરમિયાન, મોટા ભાગના બ્રોકર દ્વારા તમામ સ્ટોક અને એફ એન્ડ ઓ હોલ્ડિંગ્સને સ્ક્વેર-ઓફ કરી દેવામાં આવે છે.
જયારે કરન્સી ફ્યુચરનો સ્ક્વેર-ઓફ ટાઈમ સાંજે 4:45 વાગ્યાથી સાંજે 4:50 વાગ્યા સુધીનો હોય છે.
તેના સિવાય MCXનો સ્ક્વેર-ઓફ ટાઈમ માર્કેટ બંધ થયાના 30 મિનીટ પહેલા થાય છે. MCX માટે સ્ક્વેર-ઓફનો સમય લગભગ 10:35 વાગ્યે અને રાત્રે 11:20 વાગ્યે હોય છે.
Auto-Square off Meaning in Gujarati
જો બ્રોકર તમારી ઓપન પોઝીશનને ઓટો સ્ક્વેર-ઓફ કરે છે, તો ઓટો સ્ક્વેર-ઓફ કોસ્ટના રૂપે દરેક ઓર્ડર માટે બ્રોકરને તમારે 20થી 50 રૂપિયા સુધી (પ્લસ 18 ટકા GST) ની દંડની રકમ આપવાની રહે છે.
તો અહીં બ્રોકરેજ પર પણ તમારે વધારાનો સ્ક્વેર ઓફ ચાર્જની પણ ચુકવણી કરવી પડે છે જેને લીધે તમારો કમાયેલો નફો ઘટી જાય છે.
પરિણામે, તમારે ઓટો સ્ક્વેર-ઓફની રકમ ન ચૂકવવી પડે તે માટે સમય પહેલા જ તમારી પોઝીશનને સ્ક્વેર-ઓફ કરવી જોઈએ.
Square Off Meaning in Option Trading
સ્ટોક માર્કેટમાં એક ટ્રેડર અથવા રોકાણકારને ટ્રેડ કરવા માટે અનેક વિકલ્પો મળે છે જેમાં ઈન્ટ્રાડે ટ્રેડીંગ, ઓપ્શન ટ્રેડીંગ, ફ્યુચર ટ્રેડીંગ, પોઝીશનલ ટ્રેડીંગ વગેરેનો સમાવેશ થાય છે, અત્યાર સુધી આપણે square off meaning in gujarati વિષે સમજી ચૂક્યા છીએ પરંતુ હવે આપણે એ જોઈએ કે સ્ક્વેર ઓફ ઓપ્શન ટ્રેડીંગમાં કેવી રીતે કામ કરે છે.
ઓપ્શન ટ્રેડીંગમાં કોઈ પણ સ્ટોક અથવા ઈન્ડેક્ષમાં જયારે પણ આપણે ટ્રેડ કરીએ છીએ તો આપણે સ્ટ્રાઈક પ્રાઈસ, એક્સપાયરી વગેરે પસંદ કરવાની હોય છે.
એટલે કે તમે જે પણ એક્સપાયરી પસંદ કરશો તમારે એ એક્સપાયરી તારીખ પહેલા પોતાની પોઝીશનને Square Off કરવાની રહેશે, નહીં તો એ પોઝીશન આપોઆપ Square Off થઈ જશે. જે રીતે અમે ઉપર જણાવ્યું, હવે તેને સરળ શબ્દોમાં સમજીએ.
માની લઈએ બેંક નિફ્ટી અત્યારે 33500 પર ચાલી રહી છે અને તમે લાગે છે કે આવતા મહિનાના અંત પહેલા બેંક નિફ્ટી 35000 સુધી જઈ શકે છે. આ સ્થિતિમાં તમે 35000નો કોલ ઓપ્શન આવતાં મહિનાની એક્સપાયરી માટે ખરીદી લો છો.
હવે તમારી પોઝીશનની એક્સપાયરી નજીક છે અને બેંક નિફ્ટી 34000 પર છે પરંતુ તમે 35000 સુધી જવાની અપેક્ષા રાખી હતી.
આ સ્થિતિમાં તમને તમારી પોઝીશનને એક્સ્પાઈરી પહેલા Square Off કરવાની રહેશે, નહીં તો તમારા ઓપ્શનની વેલ્યુ ઝીરો થઈ જશે. કારણ કે ઓપ્શન એક્સપાયરીની જેટલી નજીક જશે તેટલી જ તેજીથી ઓપ્શનની વેલ્યુ ઓછી થતી જશે.
નોંધ – ઓપ્શન ટ્રેડીંગમાં Weekly અને Monthly એકસપાયરી હોય છે તમે જે પણ એક્સપાયરીને ટ્રેડ કરવા માટે પસંદ કરો છો, તમારે એ એક્સપાયરી પહેલાં તમારી પોઝીશનને Square Off કરવાની હોય છે, પછી ભલે તે Weekly એક્સપાયરી હોય કે પછી Monthly એક્સપાયરી હોય.
Square Off Meaning in Future Trading
એક હદ સુધી ફ્યુચર અને ઓપ્શનની ટ્રેડીંગ પ્રક્રિયા એકસરખી જ હોય છે જે રીતે આપણે ઓપ્શન ખરીદવા માટે એક ચોક્કસ તારીખની પસંદગી કરીએ છીએ એ જ રીતે ફ્યુચર ટ્રેડીંગમાં પણ આપણે એક્સપાયરીની પસંદગી કરવાની હોય છે. ફર્ક ખાલી એટલો જ હોય છે કે આપણે ફ્યુચર ટ્રેડીંગમાં સ્ટ્રાઈક પ્રાઈસને પસંદ કરવાની જરૂરત પડતી નથી.
ફ્યુચર ટ્રેડીંગમાં તમે મહત્તમ ત્રણ મહિના માટે ફ્યુચર કોન્ટ્રાક્ટ ખરીદી શકો છો, તેમાં પણ તમારે એક્સપાયરી તારીખ પહેલા તમારી પોઝીશનને Square Off કરવાની હોય છે. તેને એક ઉદાહરણના માધ્યમથી સમજીએ.
માની લો કે બેંક નિફ્ટી અત્યારે 33700 પર ચાલી રહી છે અને તમને લાગે છે કે મહિનાના અંત પહેલા બેંક નિફ્ટી 34000 સુધી જઈ શકે છે ત્યારે આ સ્થિતિમાં તમે વર્તમાન મહિનાની એક્સપાયરીની સાથે બેંક નિફ્ટી ફ્યુચર ખરીદી શકો છો.
હવે માની લો કે મહિનાના અંતમાં બેંક નિફ્ટીની પ્રાઈસ 33900 છે ત્યારે તમને જો નફો મળી રહ્યો હોય તો તેને લઈને તમે પોઝીશનને Square Off કરી શકો છો, તો બીજી બાજુ જો મહિનાના અંતમાં બેંક નિફ્ટીની પ્રાઈસ 33500 છે તો આ સ્થિતિમાં તમને જેટલુ પણ નુકશાન થઇ રહ્યુ છે તેની સાથે પોતાની પોઝીશનને Square Off કરવી પડશે.
નિષ્કર્ષ
ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરતાં સમયે, તમારે સમયનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. જો તમે ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરી રહ્યા છો તો સુનિશ્ચિત કરો જે ઓટો સ્ક્વેર-ઓફ સમય પહેલા જ પોતાની પોઝીશન સ્ક્વેર-ઓફ કરો, જેથી બ્રોકરની પેનલ્ટીથી બચી શકાય.
હવે યોગ્ય સમયે સ્ક્વેર ઓફ કરવાની સાથે જરૂરી છે કે પોઝીશન ક્લોઝ કરતાં સમયે તમે નફામાં હોય અથવા તો યોગ્ય Risk Management કરીને તમારા નુકશાનને મર્યાદિત કરેલું હોય.
જો તમે એક નવા ટ્રેડર હોય અને હજુ ઈન્ટ્રાડેના નુકશાન અથવા તો જોખમને સમજી શક્ય ન હોય તો તેને શીખવાની તૈયારી કરો જેના તમે Intraday Trading Classes માં જોડાઈ શકો છો.
Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information: