મૂવિંગ એવરેજ ઈન્ડીકેટર

શેર બજારમાં ટ્રેડ કરવા માટે સૌથી વધુ જરૂરી છે ટ્રેન્ડનું વિશ્લેષણ, જેના માટે અનેક પ્રકારની સ્ટ્રેટેજી અને ઈન્ડીકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઈન્ડીકેટરમાં સૌથી વધુ ઉપયોગી છે મૂવિંગ એવરેજ જે માત્ર માર્કેટની દિશા જ નહીં પણ યોગ્ય પોઝીશન લેવામાં પણ ઉપયોગી બને છે. તો આજે આ લેખના માધ્યમથી જાણો મૂવિંગ એવરેજ ઈન્ડીકેટર શું છે અને તેની કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.

Moving Average Indicator in Gujarati

ટેકનિકલ એનાલિસિસ (Technical Analysis in Gujarati) માં એક નવા ટ્રેડર માટે મૂવિંગ એવરેજ ઈન્ડીકેટર એક રામબાણની જેમ કામ કરે છે. આ ઈન્ડીકેટરનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે અને માત્ર શરૂઆતમાં જ નહીં એડવાન્સ સ્ટ્રેટેજીમાં પણ તેનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે.

મૂવિંગ એવરેજના અર્થ વિષે જાણીએ તો તેના નામ પરથી જ ખબર પડી જાય છે કે એ પ્રાઈસના એવરેજની જાણકારી આપે છે અને તેને મૂવિંગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પ્રાઈસમાં પરિવર્તનની સાથે તે પણ નિરંતર બદલાતો રહે છે.

moving average indicator

Moving Average Formula in Gujarati

મૂવિંગ એવરેજ ઈન્ડીકેટર કોઈ પણ સ્ટોક અથવા ઈન્ડેક્સના અગાઉના કલોઝિંગ ડેટા પોઈન્ટનો સરવાળો કરે છે અને પછી એવરેજ સુધી પહોંચવા માટે એક વિશિષ્ટ સમયગાળામાં તે ડેટા પોઈન્ટની સંખ્યા દ્વારા સરવાળાને વિભાજીત કરે છે.

સરળ ભાષામાં જે રીતે ગણિતમાં કોઈ પણ ડેટાની સરેરાશ કાઢવામાં આવે છે તે જ રીતે સ્ટોક માર્કેટમાં શેર પ્રાઈસ કલોઝિંગ પ્રાઈસના સરેરાશથી મૂવિંગ એવરેજ ઈન્ડીકેટરની ગણતરી કરવામાં આવે છે.

હવે તેમાં અલગ-અલગ પ્રકારના મૂવિંગ એવરેજ હોય છે જેમકે, 9-મૂવિંગ એવરેજ ઈન્ડીકેટર જે અગાઉની 9-કેન્ડલના કલોઝિંગ પ્રાઈસના આધાર પર એવરેજની ગણતરી કરે છે, એ જ પ્રકારે 20 મૂવિંગ એવરેજ 20 કેન્ડલની એવરેજ પ્રાઈસ દર્શાવે છે.

મૂવિંગ એવરેજ = કલોઝિંગ પ્રાઈસનો સરવાળો / કેન્ડલ્સની સંખ્યા

આ ફોર્મ્યુલાના આધાર પર બનેલ મૂવિંગ લાઈન સપોર્ટ અને રજિસ્ટન્ટની જેમ પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ટ્રેન્ડ પરિવર્તન તપાસવાનો એક ઉપાય છે જે કોઈ પણ સ્ટોકની અગાઉની પ્રાઈસ મૂવમેન્ટની તપાસ કરે છે, અને સંભવિત ભવિષ્યની પેટર્નને નિર્ધારિત કરવા માટે સ્ટોક

માર્કેટ ગતિવિધિઓના ઈતિહાસનું વિશ્લેષણ કરે છે. મૂવિંગ એવરેજ મુખ્ય રીતે એક લેગિંગ ઈન્ડીકેટર છે, જે તેને ટેક્નિકલ વિશ્લેષણનો સૌથી લોકપ્રિય ટૂલમાનો એક બનાવે છે.

મૂવિંગ એવરેજના પ્રકાર

શેર બજાર માં બે પ્રકારના મૂવિંગ એવરેજનો ઉપયોગ કરવામાં આવે છે:

  • Simple Moving Average
  • Exponential Moving Average

બંને મૂવિંગ એવરેજ તમને માર્કેટ પ્રાઈસ ટ્રેન્ડની જાણકારી આપે છે, પરંતુ જો તમને નવીનતમ વેલ્યુ અને ટ્રેન્ડની જાણકારી લેવી છે તો તેના માટે EMA વધુ સારો વિકલ્પ હોય છે. આવો આ બંને મૂવિંગ એવરેજને વિસ્તૃત રીતે સમજીએ:

1. Simple Moving Average in Gujarati

SMA એટલે કે Simple Moving Average જે તાજેતરના ડેટા બિંદુઓને સેટ કરીને અને પછી કુલ સરવાળાને સમયગાળાની સંખ્યાથી વિભાજીત કરીને પ્રાપ્ત કરવામાં આવી શકે છે.

સિમ્પલ મૂવિંગ એવરેજ ઈન્ડીકેટરનો ઉપયોગ ટ્રેડર્સ માટે સ્ટોકમાં પ્રવેશ કરવા અથવા તો બહાર નીકળવા માટે સિગ્નલ આપવાનું કામ કરે છે.

કારણ કે આ જૂના ડેટાના આધાર પર ગણવામાં આવે છે એટલા માટે એક લેગિંગ ઈન્ડીકેટર છે. ટ્રેડર આ ઈન્ડીકેટરનો ઉપયોગ શેરના ખરીદ, વેંચાણ માટે સિગ્નલને નિર્ધારિત કરવા માટે કરી શકે છે અને આ સપોર્ટ અને રજિસ્ટન્ટ એરિયાની ઓળખ કરવામાં પણ ખૂબ મદદ કરે છે.

ઉદાહરણ તરીકે, એક સ્ટોક માર્કેટ ટ્રેડર અગાઉના પાંચ દિવસોની કલોઝિંગ પ્રાઈસ લઈને સ્ટોકના સિમ્પલ મૂવિંગ એવરેજની ગણતરી કરવા માંગે છે.

અગાઉના પાંચ દિવસો માટે કલોઝિંગ પ્રાઈસ: 20 રૂપિયા, 19 રૂપિયા, 21 રૂપિયા અને 25 રૂપિયા.

હવે સિમ્પલ મૂવિંગ એવરેજની ગણતરી આ મુજબ છે:

સિમ્પલ મૂવિંગ એવરેજ = (20 રૂપિયા + 22 રૂપિયા + 19 રૂપિયા + 21 રૂપિયા + 25 રૂપિયા)/ 5 (દિવસની સંખ્યા)
સિમ્પલ મૂવિંગ એવરેજ = રૂપિયા 21.4

હવે જો સ્ટોકની કિંમત રૂ. 21.4થી ઉપર છે તો માર્કેટમાં અપટ્રેન્ડ અને જો નીચે છે તો ડાઉનટ્રેન્ડની જાણકારી પ્રાપ્ત થાય છે. તેના જ આધાર પર ટ્રેડર માર્કેટમાં લોંગ અથવા શોર્ટ પોઝીશન લઈને નફો કમાઈ શકે છે.

2. Exponential Moving Average in Gujarati

EMA  એ મૂવિંગ એવરેજનો અન્ય એક પ્રકાર છે જે હાલના તાજેતરના જ પ્રાઈસ બિંદુને વધુ મહત્વ આપે છે અને તેને તાજેતરના જ ડેટા બિંદુઓ પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનાવે છે.

SMAની તુલનામાં EMA તાજેતરના જ પ્રાઈસ પરિવર્તન પ્રત્યે વધુ પ્રતિભાવશીલ હોય છે કારણ કે આપવામાં આવેલાં વિશિષ્ટ સમયગાળામાં તમામ પ્રાઈસ પરિવર્તનો માટે સમાન લાગુ પડે છે.

SMA vs EMA indicator in Hindi

જે રીતે તમે ચાર્ટમાં જોઈ શકો છો કે EMA પ્રાઈસની સાથે-સાથે ચાલીને વધુ જીણવટથી ટ્રેન્ડનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે.
હવે જયારે એક ટ્રેડર SMA અને EMAને જોડે છે અને આ બંને ઈન્ડીકેટર્સને પ્લોટ કરે છે, તો તેને જાણ થાય છે કે EMA વધુ સટીક છે અને પ્રાઈસ પરિવર્તનો માટે જલ્દી રિસ્પોન્સ કરે છે.

ઈએમઈ ઈન્ડીકેટરની ગણતરી કરતી વખતે તેમાં ત્રણ તબક્કા શામેલ હોય છે:

સૌથી પહેલાં આપણે એક વિશિષ્ટ સમયગાળા માટે સિમ્પલ મૂવિંગ એવરેજની ગણતરી કરવી પડશે.

પછી આપણે એક્સપોનેંશિયલ મૂવિંગ એવરેજ કાઢવા માટે ગુણકની ગણના કરવાની જરૂર પડે છે.

છેલ્લા તબક્કામાં પ્રાઈસ, ગુણક અને છેલ્લાં સમયગાળાના ઈએમઈ પ્રાઈસનો ઉપયોગ કરીને, શરૂઆતની ઈએમઈથી સૌથી તાજેતરના સમયગાળા સુધીનો ગાળો લઈને વર્તમાન ઈએમઈની ગણતરી કરવામાં આવે છે.

તેનું સૂત્ર નીચે મુજબ છે:

EMA = [કલોઝિંગ પ્રાઈસ – EMA (છેલ્લો સમયગાળો)] x ગુણક + EMA ((છેલ્લો સમયગાળો)

Moving Average Strategy in Gujarati

મૂવિંગ એવરેજનો ઉપયોગ ટ્રેન્ડની જાણકારી, રેવેર્સલ અથવા બ્રેકઆઉટને ઓળખવા માટે કરવામાં આવે છે. આ દરેક વિષે એક પછી એક વિસ્તારથી જાણીએ:

1. મૂવિંગ એવરેજથી ટ્રેન્ડનું એનાલિસિસ

જો તમે લોંગ ટર્મ માટે ટ્રેન્ડ એનાલિસિસ કરવા માંગો છો તો તેના માટે વધુ સમયની સરેરાશની ગણતરી કરો જેમકે 100-મૂવિંગ એવરેજ અથવા 200 મૂવિંગ એવરેજ અને તેને Day Chart પર લગાવો. અહીં તમે Simple Moving Averageનો ઉપયોગ કરીને માર્કેટની ગતિવિધિઓને સમજી શકો છો.

પરંતુ જો તમે શોર્ટ ટર્મ માટે ટ્રેન્ડનું વિશ્લેષણ કરવા માંગો છો તો તેના માટે Exponential Moving Averageનો ઉપયોગ કરો.

આ મૂવિંગ એવરેજ તમને પ્રાઈસની બેહતર જાણકારી આપી યોગ્ય ટ્રેન્ડની ઓળખ કરવામાં મદદ કરે છે.

હવે જે રીતે નીચે ચાર્ટમાં તમે જોઈ શકો છો જેમાં અમે Daily Time Frame પર 20 EMAને પ્લોટ કર્યો છે.

moving average strategy in hindi

તો જે રીતે તમે જોઈ શકો છો કે પ્રાઈસ મૂવિંગ એવરેજની ઉપર કલોઝ થાય છે તો માર્કેટમાં અપટ્રેન્ડ થાય છે અને તેનાથી વિપરીત મૂવિંગ એવરેજથી નીચે ક્લોઝ થવા પર માર્કેટમાં ડાઉનટ્રેન્ડનો સંકેત મળે છે.

2. મૂવિંગ એવરેજથી સપોર્ટ અને રજિસ્ટન્ટની જાણકારી

જો તમે કોઈ ચાર્ટમાં પ્રાઈસની મૂવમેન્ટને નિહાળશો તો તમને ખબર પડશે કે પ્રાઈસ જયારે મૂવિંગ એવરેજની ઉપર હોય છે એટલે કે અપટ્રેન્ડ હોય છે તો હંમેશા મૂવિંગ એવરેજ એક સપોર્ટનું કામ કરે છે.

તેવામાં પ્રાઈસ મૂવિંગ એવરેજ પર સપોર્ટ રિવર્સ કરે છે અને ફરીથી ઉપરની દિશામાં વધવા લાગે છે. આવી સ્થિતિમાં ટ્રેડર્સ માર્કેટમાં નવી લોંગ પોઝીશન લઈ શકે છે.

ema strategy in hindi

તેનાથી વિપરીત જયારે પ્રાઈસ પોતાની એવરેજથી નીચે હોય છે તો મૂવિંગ એવરેજની લાઈન એક રજિસ્ટન્ટનું કામ કરે છે. એવામાં પ્રાઈસ મૂવિંગ એવરેજથી પરત નીચેની બાજુ જતી રહે છે અને જો પ્રાઈસ અહીંથી એવરેજને બ્રેક કરે છે તો માર્કેટમાં અપટ્રેન્ડ જવાનો સંકેત મળે છે.

Moving Average Crossover Strategy in Gujarati

ટ્રેન્ડની સાથે મૂવિંગ એવરેજ Buy અને Sell કરવાનો પણ સંકેત આપે છે, પરંતુ કેવી રીતે?

તેના માટે એક સાથે બે અથવા બે કરતાં વધુ મૂવિંગ એવરેજનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે રીતે આગળ જણાવ્યું હતું તેમ મૂવિંગ એવરેજ અલગ-અલગ પીરીયડ જેમકે 9-મૂવિંગ એવરેજ, 20-મૂવિંગ એવરેજ, 50-મૂવિંગ એવરેજ વગેરે. હવે તેમાં જો મૂવિંગ એવરેજ નાના પીરીયડનો હોય છે તો Fast Moving Average અને જો લાંબા પીરીયડના મૂવિંગ એવરેજને Slow Moving Average કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, 9-મૂવિંગ એવરેજ અને 20-મૂવિંગ એવરેજમાં 9-EMA Fast અને 20-EMA Slow મૂવિંગ એવરેજ છે.

એવામાં જો Fast Moving Average, Slow Moving Average ને નીચેથી ઉપર તરફ Cross કરે છે તો Buy અને નીચેથી ઉપર ક્રોસ કરવા પર Sellનો સંકેત મળે છે.

moving average crossover strategy in hindi

હવે આ સ્ટ્રેટેજીને જો તમે ઈન્ટ્રાડે ટ્રેડીંગ માટે ઉપયોગ કરી રહ્યા હોય તો 8-EMA અને 20-EMAનો ઉપયોગ કરી શકો છો. સ્વિંગ ટ્રેડીંગ માટે 20-EMA અને 50-EMA અને આ રીતે પોઝીશનલ અથવા લોંગ ટર્મ માટે 50 અને 200 EMAનો ઉપયોગ કરીને માર્કેટ ટ્રેન્ડ અને સિગ્નલને ઓળખી શકો છો.

અહીં તમને જણાવી દઈએ કે 50 મૂવિંગ એવરેજ જયારે 200 મૂવિંગ એવરેજને નીચેથી ઉપર ક્રોસ કરે છે તો તેને Golden Cross Over પણ કહેવામાં આવે છે. તેનાથી વિપરીત જયારે 50-મૂવિંગ એવરેજ 200-મૂવિંગ એવરેજને ઉપરથી નીચેની તરફ ક્રોસ કરે છે તો તેને Death Cross કહે છે.

નિષ્કર્ષ

એક રીતે તો તમે એક જ ઈન્ડીકેટરથી ટ્રેન્ડ, સપોર્ટ-રજિસ્ટન્ટ અને Buy-Sellની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. પરંતુ એક યોગ્ય સંકેત અને જાણકારી માટે જરૂરી હોય છે કે તમે વધુ ઈન્ડીકેટર અથવા સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને તમે ટ્રેડ પોઝીશનને કન્ફર્મ કરો.

હવે આ તમામ સ્ટ્રેટેજી અને મૂવિંગ એવરેજનો યોગ્ય ઉપયોગ શીખવા માટે તમે Stock Market Classes ને Join કરી શકો છો જ્યાં તમે અનુભવી મેન્ટર પાસેથી માર્કેટમાં ટ્રેન્ડ અને રિસ્ક મેનેજમેન્ટની સ્ટ્રેટેજી શીખી શકો છો.

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Book Your Free Demo Class To Learn Technical Analysis