ટેક્નિકલ વિશ્લેષણ

શેર માર્કેટમાં એક બાજુ જ્યાં રોકણ કરવા માટે ફન્ડામેન્ટલ એનાલિસીસ કરવામાં આવે છે તો બીજી બાજુ શોર્ટ ટર્મ ટ્રેડ માટે ટેકનિકલ એનાલિસીસ કરવામાં આવે છે, જે ચાર્ટ, ઈન્ડીકેટર, પ્રાઈસ એક્શન પર આધારિત હોય છે. જો તમે ટ્રેડીંગની શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલાં આ બ્લોગના માધ્યમથી ટેક્નિકલ વિશ્લેષણ શું છે વિસ્તારથી સમજો.

Technical Analysis in Gujarati

શેરનું ટેકનિકલ એનાલિસિસ પ્રાઈસ, વોલ્યુમ અને સ્ટોકના અન્ય પરિબળોનું વિશ્લેષણ કરીને શેરના ભવિષ્યની પ્રાઈસનું અનુમાન લગાવવાની એક પદ્ધતિ છે.

ટેક્નિકલ વિશ્લેષણ ટ્રેડર્સને પ્રાઈસ મુવમેન્ટ સમજવામાં મદદ કરે છે. એ માત્ર શેર પર જ લાગુ થતું નથી, પરંતુ તમે તેનો ઉપયોગ તમામ પ્રકારના ટ્રેડ યોગ્ય રોકાણના સાધનો જેવા કે કોમોડિટી, કરંસી, ડેરીવેટીવ અને અન્ય માટે કરી શકો છો.

ટેક્નિકલ વિશ્લેષણ
Person Glasses Checking Data Computer

આ આગલાં દિવસ અથવા આગલાં અઠવાડિયા/મહિના અથવા અમુક વર્ષોમાં ટ્રેડ કરવામાં આવેલા સ્ટોકની પ્રાઈસ અને વોલ્યુમને ધ્યાનમાં રાખીને વર્તમાન પ્રાઈસ અને ટ્રેન્ડની જાણકારી આપે છે જેથી ટ્રેડર એક યોગ્ય નિર્ણય લઈને માર્કેટમાં પોઝીશન લઈ શકે છે.

ટેક્નિકલ વિશ્લેષણ માટે અનેકવિધ ટુલ છે જેમાં ચાર્ટ, ટેક્નિકલ ઈન્ડીકેટર અને અન્ય અનેક રણનીતિઓનો સમાવેશ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, 5 મિનીટનો ચાર્ટ અથવા 30 મિનીટનો ચાર્ટ – જ્યાં કોઈ વિશેષ સ્ટોકની કિંમત અને વોલ્યુમને પ્રદર્શિત કરવામાં આવે છે.

હવે ટેક્નિકલ એનાલિસિસને વિસ્તારથી સમજવા માટે સૌથી પહેલા તેના માટે આપવામાં આવેલી એક થિયરીને સમજીએ જે ચાર્લ્સ એચ. ડાઉએ આપી હતી.

ડાઉ થેઓરી

ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ (Dow Jones in Gujarati) ના નિર્માતા અને વોલસ્ટ્રીટ જર્નલના સંસ્થાપક ચાર્લ્સ ડોવે 1800ના દસકાના અંતમાં સમાચાર પત્રમાં એક નિયમિત કોલમના માધ્યમથી શેર બજાર ટ્રેડીંગ કરનાર માટે ટેક્નિકલ એનાલિસિસ રજૂ કર્યું હતું. એ સિવાય સ્ટોક મૂલ્ય પેટર્ન પર તેમના વિચારોને ડોવ થિયરીના નામથી પણ ઓળખવામાં આવ્યા.

તેમાં આપવામાં આવેલા ટેક્નિકલ એનાલિસિસના સિદ્ધાંતો આ મુજબ છે:

 • માર્કેટમાં પ્રાઈસ બધું જ દર્શાવે છે.
 • શેર માર્કેટમાં ટ્રેન્ડ ત્રણ પ્રકારના હોય છે: પ્રાઈમરી ટ્રેન્ડ જે લાંબાગાળાના પ્રાઈસની જાણકારી આપે છે, સેકન્ડરી ટ્રેન્ડ જે પ્રાઈમરી ટ્રેન્ડમાં આવેલા કરેકશનને દર્શાવે છે અને માઈનર ટ્રેન્ડ જે શોર્ટ ટર્મમાં માર્કેટમાં આવેલા ચઢ-ઉતરની જાણકારી આપવામાં મદદ કરે છે.
 • માર્કેટના ટ્રેન્ડને કન્ફર્મ કરવા માટે તમામ ઇન્ડેક્ષના ટ્રેન્ડનું વિશ્લેષણ કરવું જોઈએ. જો ઈન્ડેક્ષના ટ્રેન્ડ એકબીજાથી વિપરીત દિશામાં હોય તો માર્કેટમાં પોઝીશન ન લેવી જોઈએ.
 • પ્રાઈસના બદલાવને વોલ્યુમની તુલના કરીને જોવું જોઈએ. જો પ્રાઈસ અને વોલ્યુમ બંને વધી રહ્યા હોય તે તે બુલિશ ટ્રેન્ડની જાણકારી આપે છે પરંતુ જો પ્રાઈસ ઘટી રહી હોય અને વોલ્યુમ વધી રહ્યું હોય તો બેયરિશ ટ્રેન્ડનો સંકેત આપે છે.

હવે આ જ સિદ્ધાંતોના આધારે એક ટ્રેડર ટેકનિકલ એનાલિસિસ કરીને માર્કેટમાં ટ્રેડ પોઝીશન લેતો હોય છે.

તકનીકી વિશ્લેષણમાં શું આવે છે

હવે ટેક્નિકલ એનાલિસિસ આપણને ટ્રેન્ડ અને માર્કેટનો અંદાજો લગાવવામાં મદદ કરે છે પરંતુ વિશ્લેષણ કરવા માટે ક્યાં ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કઈ રીતે કામ કરે છે તેનો થોડું વિસ્તારથી સમજીએ.

હવે કેમકે ટેક્નિકલ એનાલિસિસ માટે પ્રાઈસની જાણકારી હોવી જરૂરી છે એટલે તેમાં ચાર્ટની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેના સિવાય ઉપયોગમાં લેવાતા અન્ય ટૂલ નીચે મુજબ છે:

 • ચાર્ટનું વિશ્લેષણ
 • ટ્રેન્ડલાઈન
 • ટેક્નિકલ ઈન્ડીકેટર
 • કેન્ડલસ્ટિક પેટર્ન
 • ચાર્ટ પેટર્ન
 • વોલ્યુમ

1. શેર માર્કેટ ચાર્ટ

કોઈ પણ સ્ટોકના ટ્રેન્ડને સમજવા માટે ટેકનિકલ એનાલિસિસ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેડર્સ માટે પોતાના વિશ્લેષણને ચાલુ રાખવા માટે ચાર્ટ સૌથી મહત્વપૂર્ણ સાધનમાનું એક છે.

ચાર્ટ એટલે જે રીતે તમે જાણો જ છે, અમુક માપદંડોને સમજવા માટે ગ્રાફિકરૂપે દર્શાવવામાં આવેલા આંકડાઓ છે. અહીં, ચાર્ટ સ્ટોક અને શેરની પ્રાઈસ અને વોલ્યુમને પ્રદર્શિત કરે છે.

ઐતિહાસિક મૂલ્ય અને વોલ્યુમ ડેટાને એક નિશ્ચિત સમયના અંતરના આધાર પર ચાર્ટ પર પ્લોટ કરવામાં આવે છે. સમય-અંતરની સાથે અન્ય માપદંડોના આધારે અનેક ચાર્ટ પેટર્ન છે જેની ચર્ચા આપણે આગળ કરીશું.

અહીં, અમે તમને વિભિન્ન પ્રકારના ચાર્ટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કોઈ પણ ટેક્નિકલ વિશ્લેષણ સોફ્ટવેર પર લઈ જાય છે. એક બેહતર ટ્રેડર બનવા માટે તમારે ટેકનિકલ એનાલિસિસ ને યોગ્ય રીતે શીખવું જોઈએ.

 • ચાર્ટ લાઈન

નામથી જ સમજી શકાય છે કે લાઈન ચાર્ટ ચાર્ટીંગ પેટર્નના સૌથી સામાન્ય રૂપોમાનું એક છે. જેમાં તમને ગ્રાફની ડાબી બાજુથી શરુ કરીને જમણી બાજુ જતી એક સિંગલ લાઈન જોવા મળશે. જે સ્ટોકના મૂલ્યને પ્રદર્શિત કરે છે.

આ રેખાઓ કોઈ સ્ટોક/ઈન્ડેક્ષની સમાપ્તિ કિંમતોનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે, કલોઝિંગ પ્રાઈસનાં બદલે અન્ય પ્રાઈસ વેરિયેબલ્સ જેમકે ઓપનીંગ પ્રાઈસ, હાઈ અથવા લો પ્રાઈસનો ઉપયોગ કરવામાં આવી શકે છે, પરંતુ સૌથી સચોટ ભવિષ્યવાણી માટે કલોઝિંગ પ્રાઈસને આ ચાર્ટમાં રેખાંકિત કરવામાં આવી છે.

ઐતિહાસિક ડેટા સાથે જોડાયેલા હાલના સમયમાં સામાન્ય પ્રાઈસ મુવમેન્ટને સમજવા માટે આ લાઈન ચાર્ટ આવશ્યક છે. જો કે તે શેરના પ્રાઈસનું મુવમેન્ટની આંતરદ્રષ્ટિ પર વધુ પ્રકાશ પડતો નથી, તેનો ઉપયોગ શરૂઆતના લોંગ ટ્રેન્ડને સમજવા માટે કરી શકાય છે.

 • બાર ચાર્ટ

હવે જોવામાં આવે તો લાઈન ચાર્ટમાં એક સમય પર માત્ર એક જ પ્રાઈસના આધારે એનાલિસ કરી શકાય છે પરંતુ ટ્રેડિંગ માટે એક સમય પર ચારેય પ્રાઈઝની જાણકારી હોવી ખૂબ જરૂરી હોય છે.

તેવામાં તમે બાર ચાર્ટનો ઉપયોગ કરી શકો છો જેમાં એક લાંબી રેખા માર્કેટના હાઈ અને લો પ્રાઈઝની જાણકારી અને ડાબી તથા જમણી તરફ બે નાની રેખા ઓપનિંગ તથા ક્લોઝિંગ પ્રાઈસને દર્શાવે છે.

બાર ચાર્ટમાં કિંમતોમાં અંતર કરવા માટે અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેડર્સ માટે બહાર ચાર્ટ અનેક રીતે ઉપયોગી હોય છે કારણ કે એક જ ગ્રાફ પર તમામ પ્રાઇસ આપવામાં આવે છે અને ટ્રેડર માટે પરિવર્તનોને ટ્રેક કરવું અને પ્રાઈસ મુવમેન્ટની ભવિષ્યવાણી કરવું સરળ બનાવે છે.

 • કેન્ડલસ્ટિક ચાર્ટ

કેન્ડલસ્ટિક ચાર્ટ ટ્રેડર્સ દ્વારા સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો ચાર્ટ છે કારણ કે તે સમજવામાં ખૂબ જ સરળ અને એડવાન્સ ફીચર સાથે આવે છે.

જો ક્યારેય તમે કોઈ ટ્રેડરને પોતાના સહયોગી સાથે વાત કરતા સાંભળ્યા હોય તો તમને કેન્ડલસ્ટિકનું નામ જરૂર સાંભળ્યું હશે. એવું એટલા માટે કારણ કે કેન્ડલસ્ટિક ચાર્ટ આ વિશ્લેષણમાં સૌથી વધુ ઉપયોગમાં આવનાર અને મહત્વપૂર્ણ ચાર્ટમાંનો એક છે.

આ ચાર્ટને કેન્ડલસ્ટિક ચાર્ટ કહેવામાં આવે છે કારણ કે આ ચાર્ટનો આકાર મીણબત્તીની આકૃતિ જેવો હોય છે. એક મોટી મીણબત્તીના આકારની જેમ ઉપર અને નીચે તરફ ફેલાયેલી એક સિંગલ રેખા સાથે આ ચાર્ટ એક મીણબત્તી જેવો દેખાય છે.

તેની ઉપર અને નીચેના છેડાને અપર વિક અને લોઅર વિકના રૂપમાં ઓળખવામાં આવે છે. જયારે અપર વિકનો ઉપરનું બિંદુ ઉચ્ચ મૂલ્યને દર્શાવે છે, તો લોઅર વિકનું સૌથી નીચેનું બિંદુ તે સ્ટોકની સૌથી ઓછી કિંમતને દર્શાવે છે જેનું તમે વિશ્લેષણ કરી રહ્યા છો.

કેન્ડલસ્ટિક પેટર્ન બંને ભાગો- બોડી અને વિક દ્વારા બનાવવામાં આવે છે. કેન્ડલસ્ટિક ચાર્ટ પ્રાઈસ મૂવમેન્ટ અને ટ્રેન્ડને ઓછા સમયગાળામાં સમજવા માટે સૌથી વધુ ફાયદેમંદ હોય છે.

એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે જયારે આપણે કોઈ સ્ટોકનો અપટ્રેન્ડ અથવા ડાઉનટ્રેન્ડની જાણકારી મેળવવી હોય છે. કેન્ડલસ્ટિક ચાર્ટનો બોડી ખૂલવા અને બંધ થવાની કિંમતો વચ્ચેના અંતરને દર્શાવે છે. જયારે શેરની કિંમત ગગડે છે તો તે લાલ રંગ અને કિંમત વધે છે ત્યારે તે લીલા રંગમાં દેખાય છે.

આ જ કેન્ડલસ્ટિકના ચાર્ટથી તમે પેટર્નની ઓળખ કરી પ્રાઈસ એક્શન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી માર્કેટમાં ટ્રેડ સેટઅપ બનાવી યોગ્ય ટ્રેડ લઈ શકો છો.

 • રેન્કો ચાર્ટ

આ સંપૂર્ણ રીતે એક અલગ પ્રકારની ચાર્ટિંગ પેટર્ન છે. આ ચાર્ટ સમય સીમા અને ટ્રેડિંગ વોલ્યુમને દર્શાવતો નથી. તે માત્ર પ્રાઈસ મૂવમેન્ટના આધાર પર કામ કરે છે.

તેમાં લાલ અથવા કાળા અને સફેદ અથવા લીલા રંગની ઈંટો હોય છે. જ્યારે સફેદ અથવા લીલો રંગ ઉપરની કિંમતો દર્શાવે છે જ્યારે લાલ અથવા કાળો રંગ નીચેની કિંમતોને દર્શાવે છે.

આ ચાર્ટિંગને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવનારી ટેકનીક એક ઈંટ જેવી હોય છે જ્યારે કિંમત પાછલી ઇંટની તુલનામાં ઉપર અથવા નીચેની તરફ વધે છે અને પર્યાપ્ત મૂલ્યથી વધે છે. અને આ ઈંટો બનવા પાછળ અનેક માપદંડ પણ હોય છે.

ઈંટોને ક્યારેક એક મિનિટના અંતરે રાખવામાં આવી શકે છે અને તેમાં એક અથવા એક કરતાં વધુ દિવસ પણ લાગી શકે છે. તે બજારની સ્થિતિ પર નિર્ભર કરે છે.

આ ચાર્ટિંગ પેટર્ન કોઈ સ્ટોકમાં સપોર્ટ અને રજીસ્ટન્ટને સમજવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ ઈન્ટ્રાડે ટ્રેડિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

 • હેઈક્ન આશિ ચાર્ટ

Heikin Ashi એક એડવાન્સ ચાર્ટ છે જે કેન્ડલ્સથી જ બને છે પરંતુ એ માર્કેટના એવરેજ પ્રાઈસની જાણકારી આપીને આવનારા રેવેર્સલને દર્શાવે છે.

તે જાપાનમાં ઉત્પન્ન થયો હતો અને હવે દુનિયાના લગભગ તમામ ભાગોમાં તેનો ઉપયોગ ટ્રેડર્સના ટ્રેડ અને માર્કેટ વિશ્લેષણ માટે કરવામાં આવે છે. આ એક કેન્ડલસ્ટિલ ચાર્ટ જેવો છે પરંતુ એક અંતર સુધી.

હેઈકન આશિ એવરેજ પ્રાઈસની ગણતરી અને સમયગાળા અનુસાર ગ્રાફ પર પ્લોટ કરે છે. આ અપટ્રેન્ડ અને ડાઉનટ્રેન્ડને વધુ સરળતાથી અને બેહતર સ્પષ્ટતા સાથે સમજવામાં મદદ કરે છે.

હેઈક્ન આશિ ચાર્ટ એ જ રંગમાં કિંમતોને દર્શાવે છે જે રીતે કેન્ડલસ્ટિક ચાર્ટમાં દર્શાવવામાં આવે છે. એટલે, જયારે કિંમત ઉપર તરફ વધે છે અને એક અપટ્રેન્ડ (મજબૂત) થાય છે – તે સતત લીલી હેઈક્ન આશિ કેન્ડલ દ્વારા દર્શાવવામાં આવે છે.

જયારે કોઈ અપટ્રેન્ડ ટ્રેન્ડ થાય છે, ત્યારે વગર નીચલી વિકના સતત લીલી કેન્ડલ બનતી રહે છે. એ જ રીતે, જયારે કઈ ડાઉનટ્રેન્ડ થાય છે, તો વગર કોઈ ઉપરી વિકના સતત લાલ કેન્ડલ બનતી રહે છે.

હેઈક્ન આશિ ચાર્ટ સ્વિંગ ટ્રેડર્સ અને રોકાણકારો માટે ઉપયોગી હોય છે. ટ્રેડર તેને ટેકનીકલ ઈન્ડીકેટરના રૂપે વધુ ઉપયોગ કરે છે, ચાર્ટના રૂપે નહીં. આ ચાર્ટનો લાભ એ છે કે તેને વ્યક્તિગત રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

2. ચાર્ટ એનાલિસિસ

માર્કેટમાં વિશ્લેષણ કરવા માટે ચાર્ટ તો અનેક પ્રકારના હોય છે પરંતુ એક યોગ્ય એનાલિસિસ કરવા માટે ક્યાં પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે?

ચાર્ટ પર ટેક્નિકલ વિશ્લેષણની શરૂઆત થાય છે ટ્રેન્ડ અને ટ્રેન્ડ લાઈનથી અને તેની સાથે જ માર્કેટના ડીમાંડ અને સપ્લાય ઝોનની ઓળખ સાથે.

એડવાન્સ વિશ્લેષણ માટે ટ્રેડર્સ વોલ્યુમ અને મોમેન્ટમનો પણ ઉપયોગ કરે છે જેની જાણકારીથી તે માર્કેટમાં લિક્વિડીટી અને તેજીને ઓળખીને પોતાના જોખમોને નિયંત્રિત કરી શકે છે.

આવો આ બધાને થોડું ઊંડાણપૂર્વક સમજીએ.

 • ટ્રેન્ડ એન્ડ ટ્રેન્ડ લાઈન

આ ચાર્ટના સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાની એક ટ્રેન્ડ લાઈન છે. આ એ રેખા છે જે એક શેરની કિંમતના વલણને દર્શાવવામાં મદદ કરે છે જે માટે એક ટ્રેડર ચાર્ટ પર વિશ્લેષણ કરે છે.

શેર પ્રાઈસનો ટ્રેન્ડ જાણવા માટે આ રેખાઓ વિભિન્ન પ્રકારના ચાર્ટ પર દોરવામાં આવી શકે છે. તેનાથી આપણને અપટ્રેન્ડ મળે છે અથવા તો ડાઉનટ્રેન્ડ જે એનાલિસ્ટસ માટે સૌથી મહત્વપૂર્ણ ટેકનિકલ ઈન્ડીકેટરની જેમ કામ કરે છે.

જયારે કોઈ સ્ટોક સતત ઉપર જાય અથવા તો હાયર હાઈ અને હાયર લો બનાવે છે તો તેને અપટ્રેન્ડ કહેવામાં આવે છે, જયારે કોઈ સ્ટોક સતત નીચે જઈ રહ્યો હોય તો તેને ડાઉનટ્રેન્ડ કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો અગાઉ હાઈ 100 હતો તો આજે એ 110 થઈ જશે અને પાછળનો લો 70 હતો તો આજે તે 80 થઈ ગયો. એ જ રીતે આ અપટ્રેન્ડની વિશેષતા છે અને જો તેનાથી વિપરીત થાય છે તો એ ડાઉનટ્રેન્ડની વિશેષતા છે.

એક ટ્રેન્ડ અલગ-અલગ ટાઈમફ્રેમના પણ હોય શકે છે. એક કાલ્પનિક ટ્રેન્ડ, દીર્ઘકાલિક ટ્રેન્ડ અને એક મધ્યવર્તી-અવધિનો ટ્રેન્ડ પણ હોય શકે છે. એક સિંગલ સ્ટોક આ ત્રણેય સમયમાં અલગ-અલગ ટ્રેન્ડનો અનુભવ કરી શકે છે.

આ શોર્ટ ટર્મમાં અપટ્રેન્ડ અને લોંગ ટર્મ ટ્રેન્ડમાં ડાઉનટ્રેન્ડ અને તેનાથી વિપરીત પણ હોય શકે છે. આ રીતે, ટ્રેન્ડનું વિશ્લેષણ કરતી વખતે ટાઈમફ્રેમનો સમાવેશ કરવો આવશ્યક છે.

 • સપોર્ટ અને રજીસ્ટન્ટ

ટ્રેન્ડલાઈન સાથે સાથે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાય ઝોનની જાણકારી પણ અતિ આવશ્યક થઈ જાય છે અને તેના માટે સપોર્ટ અને રજીસ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

સરળ ભાષામાં સપોર્ટ અને રજીસ્ટન્ટ બે પ્રાઈસ સ્તર છે જે એક વખત તૂટી ગયા તો ટેકનિકલ વિશ્લેષણના અનુસાર એક ટ્રેન્ડ બ્રેકઆઉટનો અંદાજો આપે છે.

સપોર્ટ એક પ્રાઈસ લેવલ છે એટલી વધુ હોય છે કે કિંમત તેનાથી નીચે જઈ ન શકે. તેને છેલ્લા હાઈના રૂપમાં સંદર્ભિત કરવામાં આવી શકે છે અને માર્કેટમાં તેને જ ડિમાન્ડ ઝોન પણ કહેવામાં આવે છે, કારણકે અહીંથી જ ખરીદદારોની ગતિવિધિમાં તેજી જોઈ શકાય છે.

તેનાથી એકદમ વિપરીત રજીસ્ટન્ટ એક પ્રાઇસ લેવલ છે અને જ્યાં સ્ટોકનો સપ્લાય વધુ હોય છે અને આ પ્રકારની કિંમત તે સ્તર કરતા ઉપર ન વધી શકે. આ લેવલને સપ્લાય ઝોન પણ કહેવામાં આવે છે.

હવે જો સપોર્ટ સ્તર તૂટી ગયો છે એટલે કે જો કિંમત સપોર્ટ સ્તર કરતા નીચે ગગડે છે, તો આ એક મંદીની પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે અને જ્યારે રજીસ્ટન્ટ સ્તર તૂટી જાય છે, તો એક ઉપરની અથવા તેજી પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે.

આ તથ્ય અનુસાર કિંમત આ બંને સ્તર વચ્ચે ચાલતી રહે છે અને આ બંને સ્તરોમાંથી કોઈ એકને તોડવું એક રેવેર્સલનો સંકેત આપે છે, આ બંને ઉદાહરણોને ટ્રેડર્સ માટે અનેકગણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 • વોલ્યુમ

વોલ્યુમ, તેને સરળ શબ્દોમાં કહીએ તો પ્રાઈસ અને માત્ર પર આધારિત છે. તો આ પ્રકારના વિશ્લેષણમાં વોલ્યુમ મહત્વપૂર્ણ પરિબળોમાનો એક છે. વોલ્યુમ શેરોની સંક્યું છે જે એક જ દિવસમાં એજ વિશેષ શેર માટે ટ્રેડ કરવામાં આવ્યો છે (જો કે તેનો સમયગાળો કોઈ પણ હોય શકે છે).

એટલા માટે, ઉદહરણ માટે, આજે એબીસી કંપનીમાં 10 લાખ શેરોનો વેપાર થાય છે, એટલા માટે એબીસી કંપનીના શેરો માટે ટ્રેડીંગ વોલ્યુમ 10 લાખ છે. વોલ્યુમ કોઈ શેર કે ટ્રેન્ડ પ્રાઈસ મૂવમેંટની તાકાત સમજવામાં મદદ કરે છે. વોલ્યુમના આધાર પર જ આપણને કોઈ પણ શેરની લિક્વિડીટીની જાણ થાય છે.

વોલ્યુમ ટ્રેડ કરવામાં આવનાર શેરની સંખ્યા છે જે શેરના ટ્રેન્ડની તાકાતને નિર્ધારિત કરે છે કારણ કે જો 100 શેરોનો વેપાર ઉપર તરફ થાય છે, અને 1 લાખ શેરોનો વેપાર અન્ય કોઈ સ્ટોકમાં ઉપર તરફ થાય છે તો એ પછીનો સ્ટોક વધુ મજબૂતી સાથે પોતાની દિશામાં આગળ વધશે.

સામાન્ય રીતે, વોલ્યુમને નીચે ચાર્ટમાં દર્શાવવામાં આવે છે અને બાર જેટલો ઉંચો હોય છે, ટ્રેડ કરવામાં આવેલાં શેરની માત્ર એટલી જ વધુ હોય છે.

 • મોમેંટમ

મોમેંટમ, આ ટેકનિકલ વિશ્લેષણનો ત્રીજો એવો પરીબળ છે જેને તમારે સમજવાની જરૂર છે.

મોમેંટમ સ્ટોક, ઈન્ડેક્ષ અથવા કોઈ પણ ટ્રેડેબલ ઈન્સ્ટ્રુમેંટમાં મૂલ્ય પરિવર્તનની ગતિને દર્શાવે છે, જેનાથી એક ટ્રેડર અથવા રોકાણકારોને એક ટ્રેન્ડની તાકાતને સમજવામાં મદદ મળે છે. મોમેંટમ સ્ટોક્સ જે મોમેંટમની તાકાત સાથે ચાલે છે, મોમેંટમ સ્ટોક કહેવામાં આવે છે.

કેન્ડલસ્ટિકની બોડીની લંબાઈ મોમેંટમને સમજવા અથવા અમુક ટેકનિકલ ઈન્ડીકેટરની મદદથી તેની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.

3. ટેચનીકાળ ઈન્ડીકેટોર

છેલ્લે, ઓસિલેટર્સ અને ઈન્ડીકેટર્સ પર આવીએ કે જેને ચાર્ટ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસ માટે મહત્વપૂર્ણ ટૂલ માનવામાં આવે છે. ઈન્ડીકેટર્સ બીજું કઈ નહીં પણ ગાણિતિક સમીકરણો છે જે આંકડો પર આધારિત છે. જે ટ્રેડર્સને ટ્રેડીંગના નિર્ણયો લેવામાં મદદ કરે છે.

આ ઈન્ડીકેટર્સ, બજારમાં ખરીદી અને વેંચાણના સંકેત આપીને કોઈ ટ્રેડમાં પ્રવેશ અને નિકાસને સમજવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

માર્કેટમાં અનેક પ્રકારના ઈન્ડીકેટર છે જેમાંથી અમુક મહત્વપૂર્ણ નીચે આપેલા છે:

ટેક્નિકલ એનાલિસિસ કેવી રીતે શીખો

હવે શેર માર્કેટમાં ટેક્નિકલ એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે તેને સંબંધિત ટૂલ્સની જાણકારી તો તમને મળી ગઈ, પરંતુ આ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના માટે જરૂરી છે ટેક્નિકલ એનાલિસિસને શીખવું.

આજના સમયમાં કઈ પણ શીખવું મુશ્કેલ નથી અને તમે સરળતાથી ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પોની મદદથી શેર માર્કેટ અને એનાલિસિસ શીખી શકો છો.

જો તમે FREEમાં ટેક્નિકલ એનાલિસિસ શીખવા માંગતા હોય તો તેના માટે તમે Youtubeમાં એક સારી ચેનલને ફોલો કરીને કરી શકો છો. આજના સમયમાં અનેક ઓનલાઈન કોર્ષ પણ ઉપલબ્ધ છે જે તમને ટ્રેડીંગ શીખવામાં મદદ કરી શકે છે. પરંતુ Youtube Video અને Recorded Coursesમાં તમે તમારા ટ્રેનર સાથે વાત કરી શકતા નથી અને અનેક વખત તમારા પશ્નોના જવાબ ન મળતાં તે કોર્ષ ફાયદાકારક સાબિત થતો નથી.

એવામાં તમે Technical Analysis Classes ની સાથે જોડાઈ શકો છો. Stock Pathshala માં આ Classes Online અને Offline બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેમાં જોડાઈમાં તમે ઈન્ટ્રાડે, ઓપ્શન અને અન્ય ટ્રેડીંગ કરવાનું શીખી શકો છો.

સાથે અહીં તમને શીખવનાર ટ્રેનર PnL Verified છે અને તમને ટ્રેડીંગના અનુભવથી તમને સ્ટોક માર્કેટનું વિશ્લેષણ કરીને ટ્રેડીંગ સેટઅપ બનાવતા શીખવે છે.

નિષ્કર્ષ

એક નવા ટ્રેડર માટે ટેકનિકલ એનાલિસિસને સમજવું અને ટ્રેડમાં પોઝીશન લેવાનું મુશ્કેલ બની શકે છે પરંતુ એક યોગ્ય માર્ગદર્શન તમને એક યોગ્ય દિશા અને એક સફળ ટ્રેડર બનાવવામાં લાભદાયક નીવડે છે.

માર્કેટમાં નફો કમાવવા માટે ટેક્નિકલ એનાલિસિસ (Technical Analysis in Gujarati) ની સાથે સાથે સાયકોલોજીની ભૂમિકા પણ મહત્વની હોય છે અને એટલા માટે કોઈ ટિપ અથવા શોર્ટકટ પદ્ધતિથી ટ્રેડ કરવાથી બચવું અને તમારા જોખમોનું તારણ કાઢીને જાતે ટ્રેડ લેવામાં સક્ષમ બનો.

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

  Leave a Comment

  Your email address will not be published. Required fields are marked *

  Book Your Free Demo Class To Learn Technical Analysis